શેરબજાર બંધ થયા બાદ રોકાણકારોને મજા મજા કરાવી દીધી, 4500% ડિવિડન્ડની આપી મોટી ભેટ

Dividend Stocks:  અગ્રણી IT કંપની LTIMindtree ltd એ તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ સાથે રોકાણકારો માટે 4500 ટકાના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે રોકાણકારોને બખ્ખાં જ બખ્ખાં થઈ ગયા છે. 

શેરબજાર બંધ થયા બાદ રોકાણકારોને મજા મજા કરાવી દીધી, 4500% ડિવિડન્ડની આપી મોટી ભેટ

LTIMindtree Q4 Results: શેર બજાર બંધ થયા પછી, અગ્રણી IT કંપની LTIMindtree ltd એ ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. અપેક્ષિત કરતાં નબળા પરિણામો જાહેર કરતાં કંપનીએ કહ્યું કે LTIMindtreeએ ચોથા ક્વાર્ટરમાં રૂ. 1100 કરોડનો નફો કર્યો છે. છેલ્લા ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 1169 કરોડનો  નફો કર્યો હતો. કંપનીએ રોકાણકારો માટે શેર દીઠ રૂ. 45ના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

એક્સચેન્જ ફાઈલિંગમાં કંપનીએ જણાવ્યું કે ચોથા ક્વાર્ટરમાં તેની આવક રૂ. 8893 કરોડ હતી. જો કે, આ પરિણામો અપેક્ષા કરતા નબળા રહ્યા છે (રૂ. 8930 કરોડ). કંપનીએ ગયા ક્વાર્ટરમાં 9017 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કંપનીએ આ સમયગાળા દરમિયાન કુલ રૂ. 1100 કરોડનો નફો કર્યો છે.

આ ક્વાર્ટરમાં કંપનીનો EBITA રૂ. 1386 કરોડથી ઘટીને રૂ. 1308.7 કરોડ થયો છે. કંપનીનું માર્જિન 15.4 ટકાથી ઘટીને 14.7 ટકા થયું છે.

LTIMindtree Dividend Record Date:  રૂ. 45ના ડિવિડન્ડનું એલાન
એક્સચેન્જ ફાઈલિંગમાં, LTIMindtree એ શેર દીઠ રૂ. 1ની ફેસ વેલ્યુ સાથે રોકાણકારો માટે શેર દીઠ રૂ. 45નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. જોકે, કંપનીએ હજુ સુધી આ માટે રેકોર્ડ ડેટ અને ઈશ્યુ ડેટ જાહેર કરી નથી. જેમની પાસે આ શેર છે તેમને મસમોટો ફાયદો થવાનો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news