SAMSUNGના 1 કરોડથી વધારે સ્માર્ટફોનમાં છે એક નકલી એપ, તરત જ કરો ઇન્સ્ટોલ

એન્ડ્રોઇડ યુઝર્સ માટે ગૂગલ પ્લે સ્ટોર પર લાખો એપ છે જેમાં કેટલીક એપ તમારા મોબાઇલમાં પણ છે. જોકે ગૂગલ પ્લે સ્ટોર પર પણ કેટલીક નકલી એપ છે. 

SAMSUNGના 1 કરોડથી વધારે સ્માર્ટફોનમાં છે એક નકલી એપ, તરત જ કરો ઇન્સ્ટોલ

નવી દિલ્હી : એન્ડ્રોઇડ યુઝર્સ માટે ગૂગલ પ્લે સ્ટોર પર લાખો એપ છે જેમાં કેટલીક એપ તમારા મોબાઇલમાં પણ છે. જોકે ગૂગલ પ્લે સ્ટોર પર પણ કેટલીક નકલી એપ છે. હાલમાં અનેક બેંકો તરફથી બેંકિંગ એપ વિશે ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે. આ સિવાય હાલમાં એવા અનેક મામલા સામે આવ્યા છે જેમાં પ્લે સ્ટોર પર રહેલી નકલી બેકિંગ એપ ડાઉનલોડ કરીને ખાતાધારકોના એકાઉન્ટમાંથી પૈસા કાઢવામાં આવ્યા છે. આ એપ સ્માર્ટફોનને નુકસાન પહોંચાડવાની સાથેસાથે યુઝર્સનો ડેટા પણ ચોરી કરે છે. 

હાલમાં એપ સ્ટોર અનેક નકલી એપ જોવા મળે છે. પ્લે સ્ટોર પરની આવી જ એક એપે સેમસંગના એક કરોડ કરતા વધારે ડિવાઇસમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. સીએસઆઇએસ (CSIS) સિક્યોરિટી ગ્રુપના એક રિપોર્ટ પ્રમાણે આવી એક ફેક એપનું નામ 'Updates for Samsung' છે. આ એપને યુઝર સેમસંગ તરફથી તૈયાર કરવામાં આવેલી એક એપ સમજીને યુઝર ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરે છે. 

રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે આ એપ  યુઝર્સને લગભગ 2,450 રૂપિયાનું સેમસંગ ફર્મવેર ડાઉનલોડ કરવાનો પણ વિકલ્પ આપે છે. એપમાં પેમેન્ટ માટે ગૂગલ પ્લે સબસ્ક્રિપ્શન માટે બિલિંગના બદલે ક્રેડિટ કાર્ડની વિગતો પણ માંગે છે. આ સિવાય એપ યુઝર્સને લગભગ 1,400 રૂપિયામાં કોઇપણ સીમને અનલોક કરવાની સુવિધા પણ આપે છે. 

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ એપને 'ડાઉનલોડ ફર્મવેર' સેક્શનમાં જઈને તમે ફર્મવેયર પણ સિલેક્ટ કરી શકો છો. એપની મેઇન સ્ક્રીન પર આવતું મુખ્ય કન્ટેન્ટ updato.com નામની બ્લોગિંગ વેબસાઇટને રેન્ડર કરીને થઈને આવે છે. જો તમારા ફોનમાં આ એપ હોય તો એને તરત ઇન્સ્ટોલ કરી દેવી જોઈએ. એપને ઇન્સ્ટોલ કર્યા પછી ડિવાઇસની ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરી દો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news