ફ્લિપકાર્ટના ફાઉન્ડર સચિન બંસલે જમા કરાવ્યો આટલો ટેક્સ, સાંભળી ઉડી જશે હોશ
Trending Photos
નવી દિલ્હી: ગત વર્ષે દુનિયાની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની વોલમાર્ટે ફ્લિપકાર્ટને ખરીદી લીધી. વોલમાર્ટે 1 લાખ કરોડમાં કંપનીની 77 ટકા ભાગીદારી ખરીદી લીધી હતી. ફ્લિપકાર્ટના ફાઉન્ડર સચિન બંસલે કંપનીના શેર વેચીને ખૂબ કમાણી કરી. આ ડીલમાં તેમને કેટલા રૂપિયા મળ્યા તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે તેમને નાણાકીય વર્ષ 2018-19ના પ્રથમ ક્વાર્ટર માટે એડવાન્સ ટેક્સના રૂપમાં 699 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. કંપનીના બીજા ફાઉન્ડર બિન્ની બંસલે અત્યાર સુધી આ ડીલથી થયેલી કમાણો ખુલાસો કર્યો નથી.
ડીલ પુરી થયા બાદ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ફ્લિપકાર્ડના સંસ્થાપકો સચિન અને બન્ની બંસલને પત્ર લખીને વોલમાર્ટ-ફ્લિપકાર્ટ ડીલથી થયેલી આવક વિશે વિવરણ માંગ્યું હતું. સાથે જ તેમને પૂછવામાં આવ્યું હતું કે ક્યાએ એડવાન્સ ટેક્સ ચૂકવશે. ઈન્કમ ટેક્સ કાયદા હેઠળ ભારતીય નાગરિક સચિન અને બિન્ની બંસલ બંને આ ડીલથી મૂડી લાભ પર 20 ટકા ઇનકમ ટેક્સ આપવો પડશે.
ઘર ખરીદનારાઓને મોદી સરકારે આપી મોટી ખુશખબરી, વધુ એક વર્ષ ઉઠાવો આ સ્કીમનો લાભ
વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં 77 ટકા ભાગેદારી 15 બિલિયન ડોલરમાં ખરીદી હતી. તેના બદલામાં કંપનીએ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને 7,440 કરોડનો ટેક્સ જમા કરાવ્યો હતો. IT ડિપાર્ટમેન્ટે વોલમાર્ટ સાથે બે બધા 46 સ્ટેકહોલ્ડર્સને લઇને જાણકારી માંગી હતી, જેને આ ડીલથી સીધેસીધો લાભ થયો હતો.
ગત વર્ષે ઓગસ્ટમાં વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં 77 ટકા ભાગીદારી 16 અરબ ડોલરમાં ખરીદી હતી. કંપનીએ સોફ્ટબેંક, નેસપર્સ, એસેલ પાર્ટનર્સ અને ઇ-બે સહિત 44 શેરધારકો સાથે ભાગીદારી કરી હતી. સચિન અને બિન્ની બંસલે પણ પોતાની ભાગીદારી વેચી. વોલમાર્ટ, ફ્લિપકાર્ટમાં 44 વિદેશી શેરધારકોથી ભાગીદારી ખરીદીની અવેજમાં પહેલાંજ 7,439 કરોડ રૂપિયા કરાવી ચૂકી છે.
બિન્ની બંસલ
જોકે, સ્થાનિક ટેક્સ કાયદા હેઠળ સચિન અને બિન્ની બંસલનું આકલન અલગથી કરવામાં આવશે અને તેમને સોદાથી નક્કી આવક પર 20 ટકાના દરે પૂંજી લાભ ટેક્સ આપવો પડશે. જ્યારે સચિને ફ્લિપકાર્ટમાં પોતાની 5-6 ભાગીદારી વેચી દીધી છે તો બિન્ની બંસલે પોતાની થોડી ભાગીદારી વેચી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે