અચ્છા તો સરકારના આ નિર્ણયથી સોનાનો ભાવ ઘટ્યો, જાણો શું છે સોનું ખરીદવાનો ઉત્તમ સમય?

Gold-Silver Price Today: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર શુક્રવારે સોનું અને ચાંદી બંને લાલ નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. બપોરે 2 વાગ્યે સોનું 0.32 ટકા ઘટીને રૂ. 50,067 પર જોવા મળ્યું હતું. તે જ સમયે ચાંદી પણ ઘટીને રૂ.54,629 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ હતી.

અચ્છા તો સરકારના આ નિર્ણયથી સોનાનો ભાવ ઘટ્યો, જાણો શું છે સોનું ખરીદવાનો ઉત્તમ સમય?

Gold Price Today 15th July 2022: સરકાર તરફથી મહિનાની શરૂઆતમાં 1 જુલાઈએ આયાત ડ્યુટીમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણય 30 જૂનથી લાગૂ કરી દેવામાં આવ્યો હતો. આયાત ડ્યૂટી વધ્યા બાદ સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે તેજી જોવામાં આવી. પરંતુ ચોથા ટ્રેડિંગ દિવસથી તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 15 જુલાઈ (શુક્રવાર) એ સતત ચોથો ટ્રેડિંગ દિવસ છે, જ્યારે સોનું નીચે આવ્યું છે. 24 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ ઘટીને 50 હજારની નજીક આવી ગયો છે. આવી સ્થિતિમાં નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે સોનું ખરીદવાનો આ શ્રેષ્ઠ સમય છે.

MCX પર સોના અને ચાંદીના ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર શુક્રવારે સોનું અને ચાંદી બંને લાલ નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. બપોરે 2 વાગ્યે સોનું 0.32 ટકા ઘટીને રૂ. 50,067 પર જોવા મળ્યું હતું. તે જ સમયે ચાંદી પણ ઘટીને રૂ.54,629 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ હતી.

ચાંદીના ભાવમાં ભારે ઘટાડો
ઈન્ડિયા બુલિયન એસોસિએશન (https://ibjarates.com) દ્વારા શુક્રવારે બપોરે જાહેર કરાયેલા ભાવ અનુસાર, 24 કેરેટ સોનું 50386 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જ્યારે, એક કિલો ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો હતો અને તે ઘટીને 54560 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો હતો.

સોનામાં સતત ઘટાડો
કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે બપોરે 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 179 રૂપિયા ઘટીને 50386 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ રહી છે. સરકાર દ્વારા આયાત ડ્યુટીમાં વધારો કર્યા બાદ પીળી ધાતુના ભાવ સતત ત્રણ દિવસ સુધી વધ્યા હતા. ત્યારબાદ તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, 23 કેરેટ સોનું 50184 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ સોનું 46154 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 20 કેરેટ સોનું 37790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ સોનું 29476 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે લોકો 22 કેરેટ સોનાની જ્વેલરી બનાવે છે, જેનો ભાવ 46536 રૂપિયા છે. 999 શુદ્ધતા ધરાવતી ચાંદી 54560 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news