Lockdownમાં છુટછાટથી સોનાના ભાવમાં તેજી, જાણો ક્યાં સુધી જઈ શકે છે કિંમત

સોનાના જૂન વાયદા કિંમત આ વખતે 47800ના સ્તરે પહોંચી શકે છે. જેના કારણે આ અઠવાડીયે તેની કિંમતમાં વધારો જોવા મળશે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) સહિત તમામ બજારોમાં ઈદના કારણે સોમવારના રજા હતી, પરંતુ મંગળવારથી તેમાં કારોબાર થશે.

Updated By: May 26, 2020, 08:18 AM IST
Lockdownમાં છુટછાટથી સોનાના ભાવમાં તેજી, જાણો ક્યાં સુધી જઈ શકે છે કિંમત

નવી દિલ્હી: સોનાના જૂન વાયદા કિંમત આ વખતે 47800ના સ્તરે પહોંચી શકે છે. જેના કારણે આ અઠવાડીયે તેની કિંમતમાં વધારો જોવા મળશે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) સહિત તમામ બજારોમાં ઈદના કારણે સોમવારના રજા હતી, પરંતુ મંગળવારથી તેમાં કારોબાર થશે.

આ પણ વાંચો:- રેલવેએ આ ટ્રેનોમાં યાત્રા કરવા માટે બદલયો નિયમ, તમારે જાણવું છે જરૂરી

એન્જલ બ્રોકિંગમાં સીનિયર ટેકનીક વિશેષજ્ઞ અને ડેપ્યુટી વાઇસ પ્રેસીડેન્ટ કોમોડિટી તેમજ કરેન્સી અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર શુક્રવારના સોનાના ભાવ ગ્રીન નિશાન સાથે બંધ થયો હતો. તે 47061 રુપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયો હતો. ત્યારે જૂનના વાયદા ભાવ પણ ગત સપ્તાહ 47980 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઉચ્ચતમ સ્તર પર ગયો હતો. તે 1.5 ટકા વધારે હતો. જો કે, બાદમાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો:- SBI ગ્રાહક થઇ જાય Alert: ફક્ત એક ખોટી ક્લિકથી થઇ શકે છે તમારું એકાઉન્ટ ખાલી

મોતીલાલ ઓસવાલથી વીપી રિસર્ચ અમિત સજેજાએ આપણી સહયોગી વેબસાઈટ zeebiz.comને જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ 1750 ડોલર પ્રતિ ઓંસના સ્તરને પાર કરી શકે છે. લોકડાઉનની વચ્ચે સર્રાફ બજાર બંધ થવાને કારણે ડિમાન્ડમાં ઘટાડો થયો છે. પરંતુ, આંતરરાષ્ટ્રીય બડજારોમાં સોનાનો ભાવ તેજીથી ઉપર જઈ રહ્યો છે. એક્સપર્ટ્સનું માનીએ તો કોરોના વાયરસને કારણે, મોટા પાયે રોકાણકારોનું વલણ શેર બજારમાં નહીં, પરંતુ સોનામાં રોકાણ કરવા તરફ રહ્યું છે. આ જ કારણ છે કે સોનું મોંઘુ થઈ રહ્યું છે. સોનું ક્યારે સસ્તું થશે અને ક્યારે તેને ખરીદવાની તક મળશે. તેની રાહ મોટાભાગના લોકોને છે. જો કે, રોકાણના દૃષ્ટિકોણથી કોઈપણ સમયે સોનું ખરીદી શકાય છે.

આ પણ વાંચો:- ઇતિહાસમાં પ્રથમવાર ટાટા સમુહની કંપનીઓના સીઈઓ અને એમડીના પગારમાં થશે 20%નો ઘટાડો

એક રૂપિયામાં ખરીદી શકો છો સોનું
ભારતમાં પેટીએમ, ગૂગલ-પે, ફોન-પે જેવી પેમેન્ટ વોલેટ કંપનીઓ ડિજિટલ ગોલ્ડ એકાઉન્ટ્સની સુવિધા આપે છે. હાલના સમયમાં આવા રોકાણમાં વધારો થયો છે. સૌથી મહત્વની વાત એ છે કે ડિજિટલ ગોલ્ડ ખરીદવામાં કોઈ નુકસાન નથી. કારણ કે ફિઝિકલ સોનું ખરીદવા પર તેને લોકરમાં રાખવું પણ ખર્ચાળ છે. બીજો ફાયદો એ છે કે ફિઝિકલ સોનામાં અન્ય પત્થરોની કિંમત પણ અંદાજવામાં આવે છે. જો કે, ડિજિટલ ગોલ્ડ ફક્ત 24 કેરેટ સોનાના ભાવમાં જ રોકાણ કરે છે. ડિજિટલ ગોલ્ડમાં રોકાણ ખૂબ સસ્તું છે. કોઈ પણ વ્યક્તિ ફક્ત 1 રૂપિયા સાથે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી શકે છે. જો કે, વિવિધ કંપનીઓની શરતો જુદી હોઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube