Gold Price Latest: એક ઝટકામાં સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો નવી કિંમત

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સોની બજારમાં સોના-ચાંદીના ભાવ એક દિવસમાં જ જમીન પર આવી ગયા છે. ગુરૂવારના મુકાબલે શુક્રવારે 24 કેરેટ ગોલ્ડ 1672 રૂપિયા સસ્તું થઈને 50868 કરૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર ખુલ્યું છે.
 

Gold Price Latest: એક ઝટકામાં સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો નવી કિંમત

નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સોની બજારમાં સોના-ચાંદીના ભાવ એક દિવસમાં જ જમીન પર આવી ગયા છે. ગુરૂવારના મુકાબલે શુક્રવારે 24 કેરેટ ગોલ્ડ 1672 રૂપિયા સસ્તું થઈને 50868 કરૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર ખુલ્યું છે. તો ચાંદી 2984 રૂપિયા પ્રતિ કિલોના મોટા ઘટાડા સાથે 65165 રૂપિયા પર આવી ગઈ છે. 

ઈન્ડિયન બુલિયન્સ એસોસિએશન દ્વારા શુક્રવારે હાજર રેટ પ્રમાણે આજે 24 કેરેટ શુદ્ધ સોનું 50868 રૂપિયા પર ખુલ્યું. તેના પર 3 ટકા જીએસટી જોડી લેવામાં આવે તો તે આશરે 52394 રૂપિયા થાય છે. તો ચાંદી 2984 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈે 65165 રૂપિયા પર આવી ગઈ છે. તેમાં જીએસટી જોડ્યા બાદ 67119 રૂપિયા પ્રતિ કિલો મળશે. 

મહત્વનું છે કે 24 કેરેટ સોનું 99.99 ટકા શુદ્ધ હોય છે અને તેમાં કોઈ બીજી ધાતુ હોતી નથી. તેનો રંગ ચમકદાર પીળો હોય છે. 24 કેરેટનું સોનું 22 કે 18 કેરેટ સોના કરતા વધુ મોંઘુ હોય છે. 

22 કેરેટ સોનું જીએસટીની સાથે 47992 રૂપિયા પર
આજે 22 કેરેટ સોનાનો ભાવ 46595 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો. 3 ટકા જીએસટી બાદ તે 47992 રૂપિયામાં પડશે. તેના પર બનેલી જ્વેલરી પર મેકિંગ ચાર્જ અને જ્વેલર્સનો નફો અલગથી હગોય છે. જ્યાં 22 કેરેટ સોનાનો ઉપયોગ આભુષણ બનાવવા માટે થાય છે. કારણ કે આ ગોલ્ડની બનેલી જ્વેલરી વધુ મજબૂત હોય છે. તેમાં 91.67 ટકા શુદ્ધ સોનું હોય છે. તેમાં બીજી ધાતુઓનું મિશ્રણ હોય છે. 

જીએસટી સાથે જુઓ સોના-ચાંદીની લેટેસ્ટ કિંમત

ધાતુ લેટેસ્ટ કિંમત પ્રતિ 10 ગ્રામ 3 ટકા જીએસટી બજાર ભાવ
Gold 999 (24 કેરેટ) 50868 1526.04 52,394.04
Gold 995 (23 કેરેટ) 50664 1519.92 52,183.92
Gold 916 (22 કેરેટ) 46595 1397.85 47,992.85
Gold 750 (18 કેરેટ) 38151 1144.53 39,295.53
Gold 585 ( 14 કેરેટ) 29758 892.74 30,650.74
Silver 999 65165 1954.95 67,119.95

18 કેરેટ ગોલ્ડના ભાવમાં ઘટાડો
સૌથી વધુ વેચાતા 18 કેરેટ ગોલ્ડની કિંમત હવે 38151 રૂપિયા છે. 3 ટકા જીએસટીની સાથે તે 39295 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પડશે. મહત્વનું છે કે 18 કેરેટ સોનામાં 75 ટકા ગોલ્ડ અને 25 ટકા બીજી ધાતુ, જેમ કે તાંબુ અને ચાંદી મિક્સ હોય છે. તે 24 અને 22 કેરેટના મુકાબલે સસ્તું તથા વધુ મજબૂત હોય છે. તેનો રંગ હળવો પીળો હોય છે. 

30650 રૂપિયામાં લાવો 10 ગ્રામ સોનું
હવે 24 કેરેટ સોનાનો ભાવ 29758 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. જીએસટી સાથે તે 30650 રૂપિયા પ્રતિ 10 ગ્રામમાં પડશે. મહત્વનું છે કે 14 કેરેટ સોનામાં 58.1 ટકા શુદ્ધ સોનું અને બાકી બીજી ધાતુઓનું મિશ્રણ ગોય છે. તેનો ભારતમાં વધુ ઉપયોગ થતો નથી. 

જો 23 કેરેટ ગોલ્ડની વાત કરીએ તો આજે તે 50664 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. તેના પર જીએસટી લગાવ્યા બાદ 54183 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news