Gold Price: લગ્નની સિઝનમાં જ ખરીદદારોને મોટો ઝટકો, સોના અને ચાંદીના આજે રેકોર્ડબ્રેક ભાવ

Gold-Silver Price Today: સોના અને ચાંદી (ગોલ્ડ-સિલ્વર)ના ભાવ સતત વધી રહ્યા છે. આજે એમસીએક્સમાં સોનું રેકોર્ડ સ્તરને પાર કરી ગયું છે. તે જ સમયે, દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે.
 

Gold Price: લગ્નની સિઝનમાં જ ખરીદદારોને મોટો ઝટકો, સોના અને ચાંદીના આજે રેકોર્ડબ્રેક ભાવ

નવી દિલ્હીઃ Gold Latest Price Today : સોના અને ચાંદીના (Gold-Silver)  ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે એમસીએક્સમાં સોનું રેકોર્ડ સ્તરને પાર કરી ગયું છે. આ જ સમયે, દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આજના ઉછાળા વચ્ચે સોનાનો ભાવ રૂ.56,700ના સ્તરને પાર કરી ગયો છે.  ચાંદીના ભાવમાં 1100 રૂપિયાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. HDFC Securities આ અંગે માહિતી આપી છે.

સોનું અને ચાંદી કેટલું મોંઘું થયું?
વૈશ્વિક બજારમાં તેજી વચ્ચે સોમવારે સોનાનો ભાવ રૂ.314 વધીને રૂ.56,701ના સ્તરે પહોંચી ગયો હતો. તે જ સમયે, છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 56,387 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું છે. આ સિવાય આજે ચાંદીના ભાવમાં 1173 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આજના વધારા બાદ ચાંદીની કિંમત 70,054 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે.

વૈશ્વિક બજારમાં તેજી ચાલુ 
વૈશ્વિક બજારની વાત કરીએ તો અહીં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સોનું 1,916 ડોલર પ્રતિ ઔંસ પર ઝડપી ટ્રેડ થઈ રહ્યું હતું. ચાંદીનો ભાવ પણ 24.22 ડોલર પ્રતિ ઔંસ પર તીવ્ર ઉછાળા સાથે વધી રહ્યો છે.

જાણો શું છે એક્સર્ટનો અભિપ્રાય?
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના કોમોડિટી રિસર્ચના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નવનીત દામાણીએ જણાવ્યું હતું કે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં નીચા વધારાની અપેક્ષાએ સોનું નવ મહિનાની ટોચની નજીક રહ્યું હતું. ગયા અઠવાડિયે ડૉલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં પણ અનુક્રમે 2 ટકા અને 1.5 ટકાનો ઘટાડો થયો હતો, જેણે બુલિયનના ભાવને ટેકો આપ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news