Gold Rate: સોનું કેમ આટલું બધું સસ્તું થયું? 5000 રૂપિયા સુધી તૂટ્યા ભાવ, શું આ ખરીદી માટે સુવર્ણ તક છે?

સોનાના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી ખુબ ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલના કારણે સોનાનો ભાવ દબાણમાં છે. આ ઘટાડાને જોતા શું સોનામાં રોકાણ માટે આ સમય યોગ્ય છે? હકકીતમાં થોડા દિવસ બાદ તહેવારોની સીઝન શરૂ થઈ જશે.

Gold Rate: સોનું કેમ આટલું બધું સસ્તું થયું? 5000 રૂપિયા સુધી તૂટ્યા ભાવ, શું આ ખરીદી માટે સુવર્ણ તક છે?

સોનાના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી ખુબ ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલના કારણે સોનાનો ભાવ દબાણમાં છે. આ ઘટાડાને જોતા શું સોનામાં રોકાણ માટે આ સમય યોગ્ય છે? હકકીતમાં થોડા દિવસ બાદ તહેવારોની સીઝન શરૂ થઈ જશે. ભારતમાં ફેસ્ટિવ સીઝન દરમિયાન સોનાની ડિમાન્ડ વધી જાય છે. ખાસ કરીને દિવાળી અને ધનતેરસના અવસરે ભારતમાં સોનું ખરીદવાની પરંપરા રહી છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમેરિકી બજારમાં દબાણ આવવાથી સોનાનો ભાવ તૂટી રહ્યો છે. બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 0.17 ટકા ઘટીને 1827.40 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયો. જ્યારે આ વર્ષે 6 મેના રોજ તે 2085.40 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયો. જ્યારે ચાંદીનો ભાવ 0.48 ટકા તૂટીને 21.28 ડોલર પ્રતિ ઔંસ આવી ગયો છે. 

સોનાના ભાવમાં ભારે ઘટાડો
અત્રે જણાવવાનું કે અમેરિકી ફેડ તરફથી વ્યાજના દરોમાં વધારાની આશંકા છે. જેના કારણે સોના અને ચાંદીના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે. આ કારણે અમેરિકી શેર બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ શું આ ભારતીય ગોલ્ડ રોકાણકારો માટે તક છે? 5 મેના રોજ ભારતીય શરાફા બજારમાં 24 કેરેટ ગોલ્ડની કિંમત લગભગ 61.739 રૂપિયા હતી જે હવે ઘટીને 56 હજારની આજુબાજુ પહોંચી ગઈ. એટલું જ નહીં મેમાં કારોબાર દરમિયાન અમદાવાદ શરાફા બજારમાં 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડનો  ભાવ 63500 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. આવામાં સોનું પોતાના હાઈ રેટથી 5000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઘટી ગયું છે. આ ભાવ છેલ્લા 4 મહિનામાં તૂટ્યા છે. 

જો ભારતની વાત કરીએ તો બુધવારે સોનું ખુબ સસ્તા ભાવે ઉપલબ્ધ હતું. 24 કેરેટ ગોલ્ડનો ભાવ 56653 રૂપિયા હતો. જ્યારે 22 કેરેટ સોનું 51894 રૂપિયા હતું. 22 કેરેટ ગોલ્ડની કિંમત બુધવારે સાંજે 52000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આજુબાજુ પહોંચી ગઈ હતી. જ્યારે ચાંદીનો રેટ 70000 રૂપિયા પ્રતિ કિલોની આજુબાજુ છે. ચાંદીનો ભાવ મે મહિનામાં ઉછળીને 77280 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. 

શરાફા બજારમાં ભાવ
આજના સોનાના ભાવ જોઈએ તો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 318 રૂપિયા ઘટીને હાલ 56561 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળુ (22 કેરેટ) સોનું આજે 84 રૂપિયા ઘટીને 51810 રૂપિયાની સપાટીએ છે. ચાંદી આજે 29 રૂપિયા તૂટીને પ્રતિ કિલો 67417 રૂપિયાની સપાટીએ છે. 

અમેરિકાના કારણે સોનું દબાણમાં
અત્રે જણાવવાનું કે સોનાનો ભાવ મોટાભાગે બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધાર પર નક્કી થાય છે. સોનાની માંગ વધશે તો રેટ પણ વધશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પ્રભાવિત હોય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરે તો રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે ગોલ્ડની પસંદગી કરે છે. જેના કારણે સોનાના ભાવ વધે છે. 

ગ્લોબલ માર્કેટમાં સોનું હાલ 7 મહિનાના નીચલા સ્તરે છે. યુએસ ડોલર ઈન્ડેક્સમાં તેજીથી અન્ય કરન્સીમાં સોનાના ભાવમાં નરમી આવી જાય છે. જાણકારોના જણાવ્યાં મુજબ ગોલ્ડમાં શાનદાર તેજી આવી શકે છે. જ્યારે ગ્લોબલ ઈકોનોમી પર વ્યાપક અને લાંબાગાળનું દબાણ સ્પષ્ટ બનતું જોવા મળે. બીજી બાજુ જ્યાં સુધી અમેરિકામાં વ્યાજ દરોમાં કાપની સંભાવના ખુબ મજબૂત ન થઈ જાય ત્યાં સુધી ગોલ્ડ પર દબાણ રહી શકે છે. જો કે ભારતમાં ફેસ્ટિવ સીઝન દરમિયાન ખરીદીથી કિંમતોને સપોર્ટ મળી શકે છે. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news