Gold Price Hike: લૉકડાઉનની આશંકા વચ્ચે 15 દિવસમાં 6 ટકા મોંઘુ થયું સોનું
Gold Price Hike: સોનું 46648 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (Gold price today) ના સ્તર પર પહોંચી ચુક્યુ છે. હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું કોરોના વાયરસના વધતા કેસને જોતા સોનામાં એકવાર ફરી વધારાનો સિલસિલો શરૂ થયો છે કે માત્ર થોડા દિવસની તેજી છે.
Trending Photos
નવી દિલ્હીઃ સોનાના ભાવમાં ઘટાડાના દોર બાદ એકવાર ફરી સોનાની ચમક વધવા લાગી છે. માત્ર 15 દિવસમાં એમસીએક્સ પર સોનાની કિંમતોમાં આશરે 6 ટકા (Gold Prices 6% up) જેટલો વધારો જોવા મળ્યો છે. હાલ સોનું 46648 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (Gold price today) ના સ્તર પર પહોંચી ચુક્યુ છે. હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું કોરોના વાયરસના વધતા કેસને જોતા સોનામાં એકવાર ફરી વધારાનો સિલસિલો શરૂ થયો છે કે માત્ર થોડા દિવસની તેજી છે.
શું કહી રહ્યાં છે નિષ્ણાંતો?
નિષ્ણાંતો માને છે કે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર આવી છે અને દુનિયાભરની કેન્દ્રીય બેન્ક અર્થવ્યસ્થાનો ગ્રોથ વધારવા માટે ઝડપથી બજારમાં પૈસા નાખી રહી છે. નિષ્ણાંતોનું માનવુ છે કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થઈ જાય ત્યાં સુધી સોનાના ભાવ વધતા રહેશે. એટલું જ નહીં તેવા સંકેત મળી રહ્યાં છે કે સોનાની કિંમતમાં વધુ તેજી આવી શકે છે.
ઝડપથી વધી રહ્યાં છે કોરોના કેસ
ભારત સહિત વિશ્વમાં એક વાર ફરી કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. ઘણા રાજ્યમાં કોરોનાનો બીજો સ્ટ્રેન જોવા મળ્યો છે. આ બધાને જોતા ભારતે વેક્સિન નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે કોરોના મહામારીનો ખતરો ફરી વધી રહ્યો છે તેથી શક્ય છે કે લોકો સુરક્ષિત રોકાણ તરફ ભાગે અને સોનામાં રોકાણ કરવાનું શરૂ કરી દે. પાછલા વર્ષે ઓગસ્ટમાં આ કારણે સોનું 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. જો ફરીથી લોકો સોનામાં રોકાણ કરવાનું શરૂ કરે છે તો ભાવમાં વધારો થશે અને શેર બજારમાં ઘટાડો જોવા મળી શકે છે.
ફરીથી લૉકડાઉન લાગવુ
અનેક દેશો ફરી લૉકડાઉન લગાવવા લાગ્યા છે. ભારતમાં પણ કેટલાક રાજ્યોમાં આંશિક લૉકડાઉન લાગૂ છે. લોકોની ભીડ રોકવા માટે કલમ 144 પણ લાગૂ છે. જો કોરોના વાયરસ સંક્રમણ વધશે તો નિયમો વધુ કડક બની શકે છે. તેવામાં ફરી લૉકડાઉનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ફ્રાન્સ, પોલેન્ડ, અને યૂક્રેનમાં અનેક સ્થળો પર લૉકડાઉન લાગૂ છે. તેવામાં લોકો ફરી રોકાણ માટે સુરક્ષિત વસ્તુ શોધશે જે સોનું છે.
ઓછા વ્યાજ દરો
હાલના સમયમાં જમા રકમ પર મળનાર વ્યાજદર ઓછા છે અને આવનારા સમયમાં ઘટાડાની સંભાવના છે. ઓછા વ્યાજદરને કારણે લોન લેનારની સંખ્યા વધશે પરંતુ જમાકર્તાને નુકસાન થશે. આ સ્થિતિમાં તે પૈસા સોનામાં રોકી શકે છે. આમ પણ સોનું અને વ્યાજદર અલગ દિશામાં આલે છે. જેથી ફરી સોનાના ભાવ વધી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે