Gold Silver Price: રોકાણકારો માટે સારી તક, સોનાના ભાવમાં ઘટાડો યથાવત, ચાંદી 1955 રૂપિયા સસ્તી

સોના-ચાંદીની આયાત ડ્યૂટીમાં ઘટાડાની જાહેરાત બાદ દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોનું 232 રૂપિયા ઘટીને 47,387 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. પાછલા ટ્રેડિંગ સેશનમાં સોનું રૂપિયા 47,619 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું

Gold Silver Price: રોકાણકારો માટે સારી તક, સોનાના ભાવમાં ઘટાડો યથાવત, ચાંદી 1955 રૂપિયા સસ્તી

નવી દિલ્હી: સોના-ચાંદીની આયાત ડ્યૂટીમાં ઘટાડાની જાહેરાત બાદ દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોનું 232 રૂપિયા ઘટીને 47,387 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. પાછલા ટ્રેડિંગ સેશનમાં સોનું રૂપિયા 47,619 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. વૈશ્વિક બજારમાં થયેલા ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં પણ ભાવ ઘટ્યા છે.

ચાંદીના ભાવમાં પણ ભારે ઘટાડો
ચાંદીની વાત કરીએ તો, આજે ચાંદીનો ભાવ રૂપિયા 1955 ઘટીને 67,605 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. આ અગાઉ ટ્રેડિંગ સેશનમાં રૂપિયા 69,560 રૂપિયા ભાવ હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદી ક્રમશ 1835 અમેરિકન ડોલર પ્રતિ ઔંસ 26.78 ડોલર પ્રતિ ઓંસના સ્તર પર હતી.

આ કારણે ઘટાડો
સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને સાડા સાત ટકા કરવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી. ત્યારે બજેટમાં ડ્યૂટી 12.5 ટકાથી ઘટાડીને 7.5 ટકા કરવાની જાહેરાતથી સોનામાં ઘટાડો થયો હતો. સોનાના ભાવો, દાણચોરી અને અન્ય પરિબળોમાં તાજેતરના વધારાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.

જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝે આ પગલાંને આવકારતા કહ્યું કે, તે વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા બુલિયન ગ્રાહકની છૂટક માંગ અને તસ્કરી પર નિયંત્રણ લાવી શકે છે. જાણકારોનું કહેવું છે કે, સોનાની વધતી વૈશ્વિક માંગ વૈશ્વિક ભાવોને ટેકો આપી શકે છે. ગત વર્ષમાં એટલે કે, 2020માં દેશની સોનાની માંગ 35 ટકાથી વધારે ઘટીને 446.4 ટન રહી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ડબલ્યુજીસીની સોનાની 2020ની માંગ અંગે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસને કારણે લોકડાઉન અને કિંમતી ધાતુઓની કિંમતો સર્વકાળની ઉંચાઈએ પહોંચેલા સોનાની માંગમાં ઘટાડો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news