Gold Price Today: લગ્નગાળામાં સોનાએ રાતા પાણીએ રડાવ્યા, 68,000 સુધી પહોંચશે 10 ગ્રામ સોનાનો ભાવ!

Gold Price, 5 May 2023: લગ્નગાળામાં સોનાના ભાવ આકાશે આંબી ગયા છે. ગોલ્ડના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. આજે પણ સોનું તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. MCX પર આજે સોનાનો ભાવ 61,500 ને પાર નીકળી ગયો છે. એક્સપર્ટનું માનવું છે કે સોનાના ભાવમાં જલદી તેજી જોવા મળશે.

Gold Price Today: લગ્નગાળામાં સોનાએ રાતા પાણીએ રડાવ્યા, 68,000 સુધી પહોંચશે 10 ગ્રામ સોનાનો ભાવ!

Gold Price, 5 May 2023: લગ્નગાળામાં સોનાના ભાવ આકાશે આંબી ગયા છે. ગોલ્ડના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. આજે પણ સોનું તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. MCX પર આજે સોનાનો ભાવ 61,500 ને પાર નીકળી ગયો છે. એક્સપર્ટનું માનવું છે કે સોનાના ભાવમાં જલદી તેજી જોવા મળશે. આ સાથે જ ચાંદી પણ તેજી સાથે ટ્રેડ થઈ રહી છે. ચાંદીનો ભાવ આજે 78,000 ને પાર નીકળી ગયો છે. ગ્લોબલ બેંકિંગ ચિંતાઓના પગલે ગોલ્ડના ભાવ ઘરેલુ બજારમાં તેજીથી વધી રહ્યો છે. 

કેટલું મોંઘુ થયું સોનું
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 0.13 ટકાની તેજી સાથે 61,571 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સાથે જ ચાંદીનો ભાવ 0.16 ટકાના વધારા સાથે 78,161 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર છે. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ ગઈ કાલે સાંજે 61646 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. જ્યારે આજે તેનો ભાવ 93 રૂપિયાની તેજી સાથે 61739 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યો છે. 995 પ્યોરિટીવાળા સોનાની વાત કરીએ તો 92 રૂપિયાની તેજી સાથે ભાવ 61492 રૂપિયા છે. 916 પ્યોરિટીવાળા ગોલ્ડની વાત કરીએ તો 10 ગ્રામ સોનામાં 85 રૂપિયા વધતા ભાવ 56552 રૂપિયા છે. જ્યારે 750 પ્યોરિટીવાળા ગોલ્ડનો ભાવ 70 રૂપિયા વધારા સાથે 46304 રૂપિયા છે. 585 પ્યોરિટીવાળું ગોલ્ડ 55 રૂપિયાના વધારા સાથે 36117 રૂપિયા છે. ચાંદીની વાત કરીએ તો પ્રતિ કિલો 787 રૂપિયાના ઉછાળાથી હાલ ભાવ 77251 રૂપિયા છે. 

No description available.

(સોનાના ભાવ 10 ગ્રામ પ્રમાણે છે અને ચાંદીનો  ભાવ પ્રતિ કિલો છે)

68,000 રૂપિયા થઈ શકે છે  ભાવ
એક્સપર્ટે જણાવ્યું છે કે 25 બેસિસ પોઈન્ટના વધારા સાથે જ અમેરિકામાં વ્યાજ દર 16 વર્ષના રેકોર્ડ લેવલ પર પહોંચી ગયો છે. આગામી ફાઈનાન્શિયલ યર સુધી સોનાનો ભાવ 66000-68000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. બીજી બાજુ આગામી 2 મહિનામાં સોનાનો ભાવ 62500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી શકે છે. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 

એપ દ્વારા ચેક કરી શકો છો પ્યોરિટી
જો તમે પણ માર્કેટમાં સોનાની ખરીદી કરવા જઈ રહ્યા હોવ તો હોલમાર્ક જોઈને જ ગોલ્ડ  ખરીદો. સોનાની શુદ્ધતા ચેક કરવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. ‘BIS Care app’ દ્વારા તમે ગોલ્ડની પ્યોરિટી ચેક કરી શકો છો કે તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા ફરિયાદ પણ કરી શકો છો. 

24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news