RR vs GT: આજે રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે ગુજરાત ટાઇટન્સ, સાંજે 7 વાગ્યે શરૂ થશે મહામુકાબલો
IPL 2023 RR vs GT: આજે (5 મે), ટૂર્નામેન્ટની 48મી લીગ મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી રમાશે. આ મેચ જયપુરમાં રમાશે.
Trending Photos
RR vs GT Predicted Playing XI: IPL 2023 ની 48મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ દ્વારા, બંને ટીમો ટૂર્નામેન્ટમાં પોતપોતાની 10મી મેચ રમશે. બંને ટીમો તેમની છેલ્લી મેચ હારી ગઈ હતી, તેથી બંને ટીમોમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. ગુજરાતે અત્યાર સુધીમાં 6 મેચ જીતી છે, જ્યારે રાજસ્થાન રોયલ્સે 5 મેચ જીતી છે.
પોઈન્ટ ટેબલમાં ગુજરાત નંબર વન અને રાજસ્થાન ચોથા નંબરે છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમની પિચ શરૂઆતમાં બેટ્સમેનોને થોડી મુશ્કેલી આપે છે, આવી સ્થિતિમાં ટીમો ટોસ જીત્યા બાદ બાદમાં બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે. બીજી તરફ ટીમમાં ફેરફારની વાત કરીએ તો રિદ્ધિમાન સાહાની જગ્યાએ કેએસ ભરતને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આ સાથે જ રાજસ્થાનની ટીમમાં બોલિંગમાં પણ ફેરફાર થઈ શકે છે. આ સિવાય પણ બંને ટીમોમાં કેટલાક ફેરફાર પણ થઈ શકે છે.
આ પણ વાંચો:
Sushant Singh Rajput ની આ સુપરહિટ ફિલ્મ ફરીથી સિનેમાઘરોમાં થઈ રહી છે રિલીઝ
OYO, BMW, Vodafone શું તમે આ વારંવાર વપરાતા શબ્દોના Full Forms જાણો છો?
ચંદ્રગ્રહણ પર રહેશે ગજલક્ષ્મી રાજયોગની અસર, આ રાશિઓ પર થશે ધનનો વરસાદ!
ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન (પ્રથમ બેટિંગ)- કેએસ ભરત, શુભમન ગિલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી, જોશ લિટલ.
ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન (પ્રથમ બોલિંગ) - કેએસ ભરત, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલઝારી જોસેફ, જોશ લિટલ, મોહમ્મદ શમી, મોહિત શર્મા.
ઈમ્પેક્ટ પ્લેયર્સ - જોશ લિટલ, આર સાઈ કિશોર, મોહિત શર્મા, રિદ્ધિમાન સાહા, જયંત યાદવ.
રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન (પ્રથમ બેટિંગ)- યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન), દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા.
રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન (પ્રથમ બોલિંગ)- યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન), ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા, મુરુગન અશ્વિન.
ઈમ્પેક્ટ પ્લેયર્સ - દેવદત્ત પડિક્કલ, મુરુગન અશ્વિન, કેસી કરિયપ્પા, રિયાન પરાગ, કેએમ આસિફ.
આ પણ વાંચો:
પાટીદારો વટ છે તમારો: આ ભારતીય બિઝનેસમેને USમાં કર્યા મ્હોંફાટ વખાણ, જાણો શું છે કેસ
રાશિફળ 5 મે: આ જાતકોને ગ્રહ ગોચર કરાવશે મબલક લાભ, તમારી પ્રગતિ જોઈને આંખો અંજાઈ જશે
ઘરમાં આ જગ્યાએ રાખો માતા લક્ષ્મીની મૂર્તિ, રાતોરાત બદલશે ભાગ્ય, ધનની નહીં રહે ખામી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે