Gold-Silver Price: Flipkart ના સેલ કરતા પણ સસ્તા થયા સોના-ચાંદી, દિવાળી પહેલા ખરીદી લેજો
Weekly Gold Silver Price: સોના અને ચાંદીના ભાવમાં આ અઠવાડિયે સતત ઘટાડો જોવા મળ્યો છે. આ અઠવાડિયે ગોલ્ડનો ભાવ 56000 રૂપિયાની નજીક પહોંચી ગયો. આ ઉપરાંત ચાંદીનો ભાવ પણ 70,000 રૂપિયાની નીચે જતો રહ્યો.
Trending Photos
Weekly Gold Silver Price: સોના અને ચાંદીના ભાવમાં આ અઠવાડિયે સતત ઘટાડો જોવા મળ્યો છે. આ અઠવાડિયે ગોલ્ડનો ભાવ 56000 રૂપિયાની નજીક પહોંચી ગયો. આ ઉપરાંત ચાંદીનો ભાવ પણ 70,000 રૂપિયાની નીચે જતો રહ્યો. આ દરમિયાન ચાંદીના ભાવમાં લગભગ 1500 રૂપિયાથી પણ વધુનો કડાકો જોવા મળ્યો છે જ્યારે સોનું પણ લગભગ 700 રૂપિયા જેટલું સસ્તું થયું.
સોનામાં 702 રૂપિયા ઘટાડો થયો
શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 56898 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર બંધ થયો. જ્યારે તેના પણ આગલ અઠવાડિયે ગોલ્ડ 57600 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર બંધ થયો હતો. એ જોતા અઠવાડિયામાં ગોલ્ડના ભાવમાં લગભગ 702 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.
1576 રૂપિયા સસ્તી થઈ ચાંદી
આ ઉપરાંત જો ચાંદીની વાત કરીએ તો આ અઠવાડિયે ચાંદીનો ભાવ 68290 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો. જ્યારે તેના ગત અઠવાડિયે ચાંદી 69857 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર બંધ થઈ હતી. એ હિસાબે ચાંદીના ભાવમાં 1576 રૂપિયાનો પ્રતિ કિલોગ્રામ ઘટાડો નોંધાયો છે.
આજના ભાવ
આજના ભાવ જોવા જઈએ તો શરાફા બજારમાં શનિવારના દિવસે નવા રેટ જાહેર થતા નથી. આથી ગઈ કાલે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 56539 રૂપિયાની સપાટીએ બંધ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 57 રૂપિયાની તેજી સાથે 51790 રૂપિયાની સપાટીએ બંધ થયો હતો. 14 કેરેટ એટલે કે 585 પ્યોરિટીવાળા ગોલ્ડની વાત કરીએ તો તે 36 રૂપિયાની તેજી સાથે 33075 રૂપિયાની મામૂલી તેજી સાથે બંધ થયો હતો. જો કે તે પહેલા ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે