Gold Rate Today: ગઈ તક હાથમાંથી! સોનું ઉછળીને ક્યાં પહોંચી ગયું જોઈ લો, ભાવ જાણીને આંખો પહોંળી થઈ જશે
Today Gold Silver Price: સોના અને ચાંદીના ભાવમાં તેજી પાછી ફરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પોઝિટિવ સેન્ટીમેન્ટ્સ વચ્ચે ભારતીય બજારોમાં પણ સોનાના ભાવમાં ચમકારો જોવા મળી રહ્યો છે.
Trending Photos
સોના અને ચાંદીના ભાવમાં તેજી પાછી ફરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પોઝિટિવ સેન્ટીમેન્ટ્સ વચ્ચે ભારતીય બજારોમાં પણ સોનાના ભાવમાં ચમકારો જોવા મળી રહ્યો છે. સોનું ગઈ કાલે ઘરેલુ બજારમાં 200 રૂપિયા ચડીને ક્લોઝ થયું હતું. આજે પણ કોમોડિટી બજારમાં ચમકી રહ્યું છે. જ્યારે શરાફા બજારમાં પણ સોનું ઉછાળા મારતું જોવા મળ્યું છે. MCX અને શરાફા બજારમાં સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો.
વાયદા બજારમાં ભાવ
MCX પર સોનું 115 રૂપિયાની તેજી સાથે 73,586 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું જ્યારે ગઈ કાલે તે 73,471 રૂપિયાના ભાવે ક્લોઝ થયું હતું. ચાંદી 273 રૂપિયા ઉછળીને 92,845 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે જોવા મળી છે જે કાલે 92,572 પર ક્લોઝ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ તેજીમાં જોવા મળ્યું. જ્યારે યુએસ ફ્યુચર ગોલ્ડ સપાટ 2,429 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળ્યું. યુએસ ફેડ ચેરમેન જેરોમ પોવેલ તરફથી એકવાર ફરીથી એવું નિવેદન આવ્યું છે કે તેઓ નીતિગત વ્યાજ દરોમાં કાપ માટે મોંઘવારી દરના 2% સુધી ઘટવાની રાહ જોશે નહીં. તેનાથી સપ્ટેમ્બરમાં રેટ કટ આવવાની સંભાવના વધી ગઈ છે. જેનાથી યુએસ સ્પોટ ગોલ્ડ 0.1 ટકા ચડીને 2,423 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળ્યું.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 199 રૂપિયા ચડીને 73,131 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. ગઈ કાલે 72,932 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 182 રૂપિયા વધીને 66,988 રૂપિયાની સપાટીએ પહોંચ ગયું. ચાંદી જો કે 33 રૂપિયાની મામૂલી પછડાટથી 91,802 રૂપિયાના સ્તરે પહોંચી છે. જે કાલે 91835 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે