હવે Paytm પર મેળવો 2 મિનિટમાં 2 લાખની લોન, આ રહી સંપૂર્ણ માહિતી

Paytmએ પોતાના યુઝર્સ માટે લોનની સેવા શરૂ કરી છે. પેટીએમ પરથી માત્ર બે મિનિટમાં 2 લાખ રૂપિયા સુધીની લોન હવે મળી શક્શે. કસ્ટમરના ક્રેડિટ સ્કોરના આધારે લોન આપવામાં આવશે. આ લોનની ભરપાઈ 18થી 36 મહિનામાં કરી શકાશે. લોનની આ સેવા વર્ષના 365 દિવસ ઉપ્લબ્ધ રહેશે. 

હવે Paytm પર મેળવો 2 મિનિટમાં 2 લાખની લોન, આ રહી સંપૂર્ણ માહિતી

ઝી બ્યૂરો, અમદવાદઃ Paytm પર અત્યાર સુધી તમે માત્ર પેમેન્ટ કે પછી બિલ કે મોબાઈલ રિચાર્જ કરી શક્તા હતા પરંતુ હવે પેટીએમના માધ્યમથી તમે રૂપિયા 2 લાખ સુધીની લોન પણ લઈ શકો છો. જી હા. અત્યાર સુધી 2 મિનિટમાં નૂડલ્સ તો બનતી જ હતી પરંતુ હવે પેટીએમ પર 2 મિનિટમાં 2 લાખ સુધીની લોન પણ મળશે કેવી રીતે? ચાલો જાણીએ. 

પેટીએમ પર 2 લાખ સુધીની લોન તમારા ક્રેડિટ સ્કોર કે પછી શોપિંગ પેટર્નના આધારે મળી રહેશે. લોનની આ સર્વિસ વર્ષના 365 દિવસ ઉપલ્બ્ધ રહેશે. આ સર્વિસનો ઉપયોગ યુઝર્સ માત્ર બે મિનિટમાં જ કરી શક્શે. એટલે કે 2 મિનિટમાં પેટીએમ પર લોન મળી રહેશે. પેટીએમ તરફથી મળેલી માહિતી અનુસાર ગ્રાહક લોનની રકમ 18થી 36 મહીનામાં EMIના માધ્યમથી ચુકવી શક્શે. પેટીએમએ 2 મિનિટમાં જ લોન પ્રોસેસ માટે NBFCની સાથે સમજૂતી કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર આ લોન નાના વ્યવસાયના માલિકો, પ્રોફેશનલ્સની આસાનીથી મળી રહેશે. 

લોનની રકમ NBFC અને બેન્કના માધ્યમથી આપવામાં આવશે. પેટીએમની આ પહેલાના કારણે જે જ્ગ્યા સુધી પરંપરાગત બેન્કિગ સંસ્થાઓ નથી પહોંચી તેવા નાના શહેરોના નાણાકીય વ્યવહારને સ્શક્ત કરશે. જે લોકોને હાલ જ આ શોર્ટ ટર્મ લોનની જરૂર હોય તે લઈ શકે છે. તાત્કાલિક પેટીએમમાં ફાઈનેંશિયલ સર્વિસ સેક્શનમાં જઈને પર્સનલ લોન ટેબ પર ક્લિક કરીને આગળી પ્રક્રિયાને પૂરી કરી શકાય છે. આપને જણાવી દઈએ કે બીટા ફેઝ દરમિયાન કંપનીએ 400 સિલેક્ટેડ ગ્રાહકોને લોન આપી છે. 

પેટીએમ લેંડિંગના CEO ભાવેશ ગુપ્તાનું કહેવું છે કે તમારી તત્કાલ જરૂરિયાતોને પૂરી પાડવા આ સુવિધાનો લાભ આપ લઈ શકો છો. કેટલીક જગ્યાઓ પર બેન્કિંગ સેવાના અભાવના કારણે આપના સપના અધૂરા રહી જાય છે. પરંતુ હવે નહીં. હવે આપ પેટીએમના માધ્યમથી ઈન્સસ્ટંટ લોન લઈ શકો છો.

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news