LPG Cylinder Price: નવા વર્ષ પહેલા મળી ભેટ! LPG સિલિન્ડરના ભાવમાં થયો મોટો ઘટાડો
Commercial LPG Cylinder New Rates: નવા વર્ષ પહેલા જ સરકાર તરફથી ભેટ મળી ગઈ છે. સરકારે 19 ગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ઘટાડ્યો છે.
Trending Photos
Commercial LPG Cylinder New Rates: નવા વર્ષ પહેલા જ સરકાર તરફથી ભેટ મળી ગઈ છે. સરકારે 19 ગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ઘટાડ્યો છે. 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 39 રૂપિયાનો ઘટાડો થયો છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 1796.50 રૂપિયા, મુંબઈમાં 1749 રૂપિયા, કોલકાતામાં 1908 રૂપિયા અને ચેન્નાઈમાં 1968.50 રૂપિયા હતો. હવે આ ભાવમાં 39 રૂપિયાનો ઘટાડો થયો છે. જો કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
અત્રે જણાવવાનું કે આ પહેલા 1 ડિસેમ્બરના રોજ 19 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે સિલિન્ડરનો ભાવ 21 રૂપિયા વધારવામાં આવ્યો હતો. તે પહેલા 16 નવેમ્બરના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ 57 રૂપિયા ઘટાડવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી લગભગ દર મહિને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. વારંવાર સિલિન્ડરના રેટ રિવાઈઝ કરવામાં આવ્યા છે.
શું ઘરેલુ સિલિન્ડરના ભાવમાં થયો ફેરફાર?
ઘરેલુ સિલિન્ડરની વાત કરીએ તો તેના રેટમાં ઓગસ્ટ બાદથી કોઈ ફેરફાર થયો નથી. છેલ્લી વખત 30 ઓગસ્ટ 2023ના રોજ ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરની કિંમત 200 રૂપિયા ઓછી કરવામાં આવી હતી. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ ઘરેલુ એલપીજી સિલિન્ડર દિલ્હીમાં 903 રૂપિયા, કોલકાતામાં 929 રૂપિયામાં અને મુંબઈમાં 902.50 રૂપિયામાં મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે