ટૂંક સમયમાં જ બહાર પડશે અટલજીની તસવીર ધરાવતો આ સિક્કો, જાણો વિશેષતાઓ...

સરકાર તરફથી વધુ એક નવો સિક્કો બહાર પાડવાની તૈયારી ચાલી રહી છે. આ સિક્કો રૂ.100નો હશે અને તેના ઉપર દેશના ભતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો ફોટો હશે 

Updated By: Dec 15, 2018, 12:03 PM IST
ટૂંક સમયમાં જ બહાર પડશે અટલજીની તસવીર ધરાવતો આ સિક્કો, જાણો વિશેષતાઓ...
ફાઈલ ફોટો

નવી દિલ્હીઃ સરકાર તરફથી વધુ એક નવો સિક્કો બહાર પાડવાની તૈયારી ચાલી રહી છે. આ સિક્કો રૂ.100નો હશે અને તેના ઉપર દેશના ભતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો ફોટો હશે. પૂર્વ વડા પ્રધાનની 95મી જન્મજયંતી પ્રસંગે કેન્દ્ર સરકાર તરપથી આ સ્મારક સિક્કો બહાર પાડવાની જાહેરાત થઈ શકે છે. અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર, 1924ના રોજ થયો હતો.

સિક્કાની બીજી બાજુએ અશોક સ્તંભ હશે
સિક્કાની એક બાજુએ પૂર્વ વડા પ્રધાન વાજપેયીની તસવીર હશે અને બીજી તરફ અશોક સ્તંભ હશે. સિક્કાની એક બાજુ પૂર્વ વડાપ્રધાનનું નામ દેવનાગરી લીપીમાં અને બીજી બાજુ અંગ્રેજીમાં લખવામાં આવશે. આ સિક્કામાં તસવીરની નીચેના ભાગમાં વાજપેયીનું જન્મવર્ષ 1924 અને દેહાંતનું વર્ષ 2018 લખેલું હશે. આ સિક્કાનું વજન 35 ગ્રામ હશે. સિક્કાના ડાબા પરિઘમાં દેવનાગરિ લિપીમાં ભારત અને જમણી બાજુ અંગ્રેજીમાં ઈન્ડિયા લખેલું હશે. 

નેપાળમાં 200-500-2000 રૂપિયાની ભારતીય ચલણી નોટ પર પ્રતિબંધ

રૂ.100ની કિંમત હશે સિક્કાની
આ સ્મારક સિક્કાને રૂ.100ના મૂલ્ય વર્ગમાં રાખવાનું આયોજન છે. આ સિક્કો ચલણમાં આવશે નહીં, પરંતુ લોકો તેને યાદગીરી માટે ખરીદી શકશે. મીડિયા રોપોર્ટ્સ મુજબ આ સિક્કાને રૂ.3,300 થી 3,500ના પ્રિમયમ દરે વેચવામાં આવશે. નાણા મંત્રાલયના સૂત્રો અનુસાર સિક્કાની ડિઝાઈન તૈયાર છે અને મુંબઈ ટંકશાળમાં ટૂંક સમયમાં જ તેનું છાપકામ શરૂ થશે. 

સિક્કામાં આટલી ધાતુ હશે
35 ગ્રામના આ સિક્કામાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5 ટકા નિકલ અને 5 ટકા જસત હશે. રૂ.100ની કિંમત ધરાવતો આ સિક્કો ચલણમાં મુકવામાં આવશે નહીં. ભારત સરકાર આ સિક્કાના બુકિંગનો સમય નક્કી કરશે અને તેને માત્ર પ્રિમિયમ દર ઉપર જ વેચવામાં આવશે. તેને ટંકશાળમાંથી પણ સીધો ખરીદી શકાશે. 

ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું આ વર્ષે 16 ઓગસ્ટના રોજ 93 વર્ષની વયે દેહાવસાન થયું હતું. તેઓ ત્રણ વખત દેશના વડા પ્રધાન બન્યા હતા. ઉત્તારખંડ સરકાર દ્વારા દહેરાદૂન એરપોર્ટનું નામ પૂર્વ વડા પ્રધાનના નામે કરવાની જાહેરાત થઈ ચૂકી છે. આ અગાઉ લખનઉના પ્રખ્યાત ચાર રસ્તા હજરતગંજનું નામ પણ બદલીને અટલ ચૌક કરવામાં આવ્યું છે. 

સુપ્રીમ કોર્ટનો રાફેલ અંગેનો સંપુર્ણ ચુકાદો સમજો માત્ર 5 મહત્વપુર્ણ પોઇન્ટમાં

સિક્કાની વિશેષતા
- સિક્કાની એક બાજુએ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો ફોટો હશે.  
- સિક્કાની બીજી બાજુએ અશોક સ્તંભ હશે. 
- વાજપેયીનું નામ એક તરફ દેવનાગરીમાં અને બીજી બાજુ અંગ્રેજીમાં લખાશે. 
- વાજપેયીના ફોટાની નીચે તેમનું જન્મ વર્ષ 1924 અને દેહાંત વર્ષ 2018 અંકિત કરાશે. 
- સિક્કાનું વજન 35 ગ્રામ હશે, જેમાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5 ટકા નિકલ અને 5 ટકા જસત હશે. 
- બુકિંગનો સમય સરકાર નક્કી કરશે. 
- તેને રૂ.3,300થી રૂ.3,500ના પ્રિમિયમ દર પર વેચવાની વિચારણા છે. 
- આ સિક્કો ચલણમાં નહીં આવે, તેને યાદગીરી તરીકે કે ભેટ આપવા માટે ખરીદી શકાશે. 

ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...