સરકારી બેંકોના મર્જરની તૈયારી, સરકારે RBIને આપ્યા નિર્દેશ
દુનિયાની 10 મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારતનો ઇટલી બાદ બીજો નંબર છે જેનો બેડ લોન રેશિયો સૌથી વધુ છે.
Trending Photos
નવી દિલ્હી: સરકારે 21 સરકારી બેંકોના મર્જર માટે રિઝર્વ બેંકને એક યાદી બનાવવા માટે કહ્યું છે. આ મામલે જોડાયેલા લોકોના અનુસાર લોનમાં ઘેરાયેલી બેંકોને મજબૂત કરવા માટે સરકારે આ પગલું ભરવા માંગે છે. નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું કે આ મહિનામાં યોજાયેલી મીટિંગમાં નાણામંત્રાલયના અધિકારીઓએ રિઝર્વ બેંક પાસેથી કન્સોલિડેશનનો સમય જણાવવા માટે પણ કહ્યું. તેમણે કહ્યું કે બેંકોના સારા નિયમન માટે આમ કરવામાં આવી શકે છે.
દુનિયાની 10 મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારતનો ઇટલી બાદ બીજો નંબર છે જેનો બેડ લોન રેશિયો સૌથી વધુ છે. ભારત ઘણા વર્ષોથી તેનો સામનો કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. 90 ટકા NPA સરકારી બેંકોનું છે. 21 સરકારી બેંકોમાંથી 11 આરબીઆઇની નજર હેઠળ ઇમરજન્સી પ્રોગ્રામ હેઠળ કામ કરી રહી છે. તેના પર નવી લોન આપવાનો પ્રતિબંધ લગાવી દીધો છે.
બેંક ઓફ બરોડાના ચેરમેન રવિ વેંકટેશને ગત મહિને કહ્યું હતું કે જો બજારમાં વધુ વેઠવું નથી તો સરકારી બેંકોનું મર્જર જરૂરી છે. હાલ નાણાકીય વર્ષમાં લગભગ 70 ટકા ડિપોઝિટ પ્રાઇવેટ બેંકોમાં જતી રહી છે. બેંકોની નબળી બેલેંસ શીટના લીધે બેંકોની પૂંજી સરકાર પર નિર્ભર થઇ ગઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે