બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને આવ્યું મોટું અપડેટ, રેલ મંત્રી પીયૂષ ગોયલે આપ્યા આ સંકેત
Trending Photos
નવી દિલ્હી: રેલ મંત્રી પીયૂષ ગોયલે શનિવારના સંકેત આપ્યા કે મુંબઇ અને અમદાવાદની વચ્ચે મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના આર્થિક પાસાની સમીક્ષા કરવામાં આવી રહી છે. કારણ કે કોવિડ મહામારી બાદ 'ખર્ચની અર્થવ્યવસ્થા' જાળવવી પડશે. તેમણે ઇન્ડિયા ગ્લોબલ વીકમાં કહ્યું કે, રેલવે આ પ્રોજેક્ટઓ માટે પ્રતિબદ્ધ છે અને અમે તેના માટે યોજનાઓ અને ખર્ચને અંતિમ રૂપ આપવાના સ્તર પર છીએ.
તેમણે કહ્યું કે ચોક્કસપણે કોવિડ-19એ બુલેટ ટ્રેનના સંબંધમાં અમારી મહત્વકાંક્ષાઓને થોડી પ્રભાવિત કરી છે અને અમે કોવિડ બાદની દુનિયામાં પ્રોજેક્ટઓ પર ફરીથી વિચાર કરી રહ્યાં છે અને તેના ખર્ચમાં ઘટાળો સામેલ છે.
સૂત્રોના જણાવ્યું કે પ્રોજેક્ટના ખર્ચમાં ઘટાડો કરવા માટે ભારતીની ઉચ્ચસ્તરીય ઇન્જિનિયરિંગ કુશળ કંપનીઓની મદદ લેવા વિશેમાં જાપાનની સાથે વાતચીત ચાલી રહી છે. ગોયલે વધુમાં કહ્યું કે, સરકાર ખનન, બેકિંગ અને મૂડી બજાર જેવા વિભિન્ન ક્ષેત્રોમાં આર્થિક ગતિવિધિઓને વધારો આપવા માટે નવા નીતિગત સુધારા પર વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે, સરકાર ઘરેલું મંજૂરી અને નોકરીશાહી પ્રક્રિયાઓને સરળ બનાવવા પર વિચાર કરી રહી છે. જેથી ઉદ્યોગો માટે કામકાજ કરવામાં સરળતા થઈ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે