પેટ્રોલ, ડીઝલ, વીજળી નહીં, સોલાર એનર્જીથી ચાલશે કારો, આ રહ્યો સરકારનો નવો પ્લાન


 દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોદી સરકાર એક્શનમાં છે. સરકાર સોલાર કાર મેન્યુફેક્ચરિંગ  (solar car manufacturing) ફોકસ વધારવાની તૈયારી કરી રહી છે. ZEE Mediaને મળેલી માહિતી પ્રમાણે સરકાર દેશમાં સોલાર કાર મેન્યુફેક્ચર્સને પ્રોત્સાહન આપવાનો વિચાર કરી રહી છે.

પેટ્રોલ, ડીઝલ, વીજળી નહીં, સોલાર એનર્જીથી ચાલશે કારો, આ રહ્યો સરકારનો નવો પ્લાન

નવી દિલ્હીઃ દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોદી સરકાર એક્શનમાં છે. સરકાર સોલાર કાર મેન્યુફેક્ચરિંગ  (solar car manufacturing) ફોકસ વધારવાની તૈયારી કરી રહી છે. ZEE Mediaને મળેલી માહિતી પ્રમાણે સરકાર દેશમાં સોલાર કાર મેન્યુફેક્ચર્સને પ્રોત્સાહન આપવાનો વિચાર કરી રહી છે. સૂત્રો પ્રમાણે સોલાર કાર મેન્યુફેક્ચરિંગમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર તરફથી એક નવી પોલિસીનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેનાથી ઓટો કંપનીઓને દેશમાં સોલાર કાર મેન્યુફેક્ચરિંગ માટે આકર્ષિત કરી શકાય. સૂત્રો પ્રમાણે સરકાર તે ઓટો કંપનીઓને ટેક્સમાં છૂટ, સબ્સિડી, સસ્તી લોન અને સસ્તી જમીન ઉપલબ્ધ કરાવશે જે સોલાર કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવા માટે આગળ આવશે. 

કમિટી આપશે પોલિસી માટે સૂચનો
આ દિશામાં કામને આગળ વધારવા માટે સરકાર એક કમિટીની રચના કરશે, આ કમિટીમાં નાણા મંત્રાલય, પાવર-રીન્યૂએબલ એનર્જી મંત્રાલય અને ભારે ઉદ્યોગ મંત્રાલય અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા જાણીતા નિષ્ણાંતો સામેલ થશે. જે પ્રધાનમંત્રી કાર્યાલય 
(PMO)ને પોતાના સૂચનો આપશે કે કઈ રીતે દેશમાં સોલાર કાર મેન્યુફેક્ટરિંગને વધારી શકાય છે. સૂત્રો પ્રમાણે સરકાર આ યોજનાને લઈને ખુબ ગંભીર છે. 

30 હજાર સુધી છે તમારો પગાર? તો તમારા માટે આવી રહ્યા છે સારા સમાચાર

તમને જણાવી દઈએ કે એક અનુમાન પ્રમાણે ભારત 2021 સુધી વિશ્વનું ત્રીજું સૌથી મોટું પેસેન્જર વ્હીકલ માર્કેટ (passenger vehicle market) બની જશે. તેવામાં સોલાર માર્કેટને લઈને સરકાર પણ મોટી સંભાવના જોઈ રહી છે. હાલ ટાટા મોટર્સ, ટીવીએસ મોટર્સ અને મહિન્દ્રા ગ્રુપના પહેલાથી જ સોલાર પ્લાન્ટ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news