મોંઘવારીની વધુ એક જોરદાર થપાટ માટે તૈયાર રહો; આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી, GST વધીને 35% થઈ શકે

મોંઘવારીએ લોકોને પહેલેથી જ હેરાન પરેશાન કરી રાખ્યા છે. આવામાં ડિસેમ્બર મહિનામાં લોકોને વધુ એક મોટો ઝટકો મળી શકે છે.જીએસટી દરોને તર્કસંગત બનાવવા માટે બનાવામાં આવેલા GOM (Group of Ministers) એ કુલ 148 આઈટમ્સના દરોમાં ફેરફારની ભલામણ કરી છે. 

મોંઘવારીની વધુ એક જોરદાર થપાટ માટે તૈયાર રહો; આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી, GST વધીને 35% થઈ શકે

મોંઘવારીએ લોકોને પહેલેથી જ હેરાન પરેશાન કરી રાખ્યા છે. આવામાં ડિસેમ્બર મહિનામાં લોકોને વધુ એક મોટો ઝટકો મળી શકે છે. તમાકુ અને તેમાંથી બનતી વસ્તુઓ અને Aerated Water વગેરે તમામ પ્રકારની ચીજો આવનારા દિવસોમાં વધુ મોંઘી બની શકે છે. જીએસટી દરોને તર્કસંગત બનાવવા માટે બનાવામાં આવેલા GOM (Group of Ministers) એ કુલ 148 આઈટમ્સના દરોમાં ફેરફારની ભલામણ કરી છે. 

આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી
સૂત્રોના જણાવ્યાં મુજબ GOM એ તમાકુ અને તમાકુમાંથી બનતી તમામ પ્રોડક્ટ્સ, એયરેટેડ પીણા (સોડા ડ્રિંક-કોલ્ડ  ડ્રિંક) વગેરે પર ટેક્સના દરને હાલના 28%થી વધારીને 35% કરવાની ભલામણ કરી છે. આ સાથે જ 1500 રૂપિયા સુધીના રેડીમેઈડ ગારમેન્ટ્સ પર  5% GST, જ્યારે 1500 રૂપિયાથી 10,000 રૂપિયા સુધીના રેડીમેઈડ કપડાં પર 18% જીએસટી અને 10,000 રૂપિયાથી વધુના રેડીમેઈડ ગારમેન્ટ્સ પર 28% સુધી GST લગાવવાની વાત કરી છે. GOM એ લેધર બેગ, કોસ્મેટિક સહિત  અનેક Luxury Items ઉપર પણ જીએસટી વધારવાની ભલામણ કરી છે. જો કે મંત્રી સમૂહે રોજબરોજ અને સામાન્ય ઉપયોગમાં લેવાતી વસ્તુઓને સસ્તી કરવાની ભલામણ કરી છે. 

આ દિવસે થશે બેઠક
અત્રે જણાવવાનું કે 21 ડિસેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક થવાની છે. આવામાં એવું મનાઈ રહ્યું છે કે આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કરશે અને તેમાં રાજ્યોના નાણામંત્રી પણ સામેલ થશે. એવું પણ મનાય છે કે આ બેઠકમાં મંત્રી સમૂહના રિપોર્ટ પર ચર્ચા થઈ શકે છે. જો કે જીએસટી દરમાં ફેરફાર પર અંતિમ નિર્ણય જીએસટી પરિષદ જ લેશે. હાલના સમયમાં જીએસટીના 5, 12, 18 અને 28 ટકાના ચાર સ્તરના ટેક્સ સ્લેબ છે. જીઓએમ તરફથી 35 ટકાના નવા દર પ્રસ્તાવિત છે. 

હેલ્થ અને ટર્મ ઈન્શ્યુરન્સ ઉપર પણ આવી શકે છે નિર્ણય
જીએસટી કાઉન્સિલની 55મી બેઠક 21 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના જેસલમેરમાં થશે. કાઉન્સિલે 9 સપ્ટેમ્બરના રોજ પોતાની ગત  બેઠકમાં GoMને વીમા પર જીએસટી લગાવવા અંગે રિપોર્ટ આપવા કહ્યું હતું. રિપોર્ટને ઓક્ટોબરના અંત સુધીમાં અંતિમ સ્વરૂપ આપવાનું હતું. ગત મહિને હેલ્થ અને જીવન વીમા ઉત્પાદનો પર જીએસટી લગાવવા અંગે મંત્રીઓના સમૂહની બેઠક થઈ હતી. આવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં હેલ્થ ઈન્શ્યુરન્સ અને ટર્મ લાઈફ ઈન્શ્યુરન્સ પર જીએસટી અંગે કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news