PM મોદીની આ યોજનાને અમલમાં મુકવામાં ગુજરાત રહ્યું અવ્વલ, 3 લાખથી વધુ ગરીબોને થયો ફાયદો

અરૂણ જેટલીએ એક પુસ્તક ''નયે ભારત કા નિર્માણ- મોદી સરકાર કે દૌરાન આયા બદલાવ''ના વિમોચન કાર્યક્રમમાં કહ્યું કે કેંદ્રની એનડીએ (National Democratic Alliance NDA) સરકાર બિઝનેસમેનો અને ગરીબોને પ્રતિ અનુકૂળ વલણ અપનાવે છે કારણ કે દેશને ગરીબી નિવારણ કાર્યક્રમો માટે મોટી માત્રામાં સંસાધનોની જરૂર છે.

PM મોદીની આ યોજનાને અમલમાં મુકવામાં ગુજરાત રહ્યું અવ્વલ, 3 લાખથી વધુ ગરીબોને થયો ફાયદો

પીએમ નરેંદ્ર મોદીની આયુષ્માન ભારત, વડાપ્રધાન જન આરોગ્ય યોજના (AB-PMJAY)માં તેમનું ગૃહ રાજ્ય ગુજરાત અવ્વલ રહ્યું છે. યોજના લોંચ થયાના બે મહિનાની અંદર આ રાજ્યએ 26 ટકા હોસ્પિટલોમાં એડમિશન ક્લિયર કરી લીધા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ યોજના હેઠળ લગભગ 3.4 લાખ લાભાર્થીઓનો વધારો થયો. આ આંકડા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય એજન્સીએ જાહેર કર્યા છે.

નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે આ યોજના હેઠળ 3 લાખથી વધુ ગરીબ લોકોને ફાયદો પહોંચ્યો છે. અરૂણ જેટલીએ એક પુસ્તક ''નયે ભારત કા નિર્માણ- મોદી સરકાર કે દૌરાન આયા બદલાવ''ના વિમોચન કાર્યક્રમમાં કહ્યું કે કેંદ્રની એનડીએ (National Democratic Alliance NDA) સરકાર બિઝનેસમેનો અને ગરીબોને પ્રતિ અનુકૂળ વલણ અપનાવે છે કારણ કે દેશને ગરીબી નિવારણ કાર્યક્રમો માટે મોટી માત્રામાં સંસાધનોની જરૂર છે.

અરૂણ જેટલીએ કહ્યું કે ''ગત દોઢ મહિનાના સમયગાળામાં લગભગ 3 લાખ લોકોએ આયુષ્માન ભારત સ્વાસ્થ્ય યોજના હેઠળ હોસ્પિટલમાં સારવારનો લાભ ઉઠાવ્યો છે. આ લોકો દેશના સૌથી ગરીબ 10 કરોડ પરિવારોમાંથી આવે છે. 

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ સપ્ટેમ્બર 2018માં આયુષ્માન ભારત યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાને 'વડાપ્રધાન જન આરોગ્ય યોજના'નું નામ આપ્યું છે. તેના હેઠળ દરેક ગરીબ પરિવારને 5 લાખ રૂપિયા સુધી વિમા કવર પુરૂ પાડવામાં આવ્યું છે. યોજનામાં દેશના 10.74 કરોડ ગરીબ પરિવારોને પેનલમાં સામેલ હોસ્પિટલોના નેટવર્કમાં ભરતી થઇ સારવાર કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અરૂણ જેટલીએ આ અવસર પર કહ્યું કે જો દેશના અલગ અથવા બે દાયકા દરમિયાન દુનિયાના બીજા દેશોના મુકાબલે વધુ ઝડપથી વૃદ્ધિ પ્રાપ્ત કરવા માંગે છે તો ગ્રામીણ વિસ્તારોનું યોગદાન વધારવું પડશે. તેમણે કહ્યું કે ;નવા ભારત'માં આજે 1971ના નારા સંપૂર્ણપણે બેકાર થઇ ગયા છે. તેમણે કહ્યું કે આજે 'અમે બિઝનેસમેનો અને ગરીબ બંને પ્રત્યે અનુકૂળ વલણ ધરાવે છે.'' એક વિના બીજાનું કામ ન ચાલી શકે.

''નયે ભારત કા નિર્માણ- મોદી સરકાર કે દૌરાન આયા બદલાવ''માં અર્થવ્યવસ્થાથી લઇને કૂટનીતિ અને શિક્ષણથી માંડીને જન સ્વાસ્થ્ય સુધી 51 નિબંધ લખવામાં આવ્યા છે. પુસ્તકની પ્રથમ કોપી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ભેટ સ્વરૂપે આપવામાં આવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news