22 રૂપિયાના શેરમાં તોફાની તેજી, ખરીદવા તૂટી પડ્યા ઈન્વેસ્ટર, મુકેશ અંબાણીનો પણ છે દાવ

Stock Market: અનંતના લગ્ન બાદ રિલાયન્સના મુકેશ અંબાણીના નસીબ ચમકી ગયા છે. શેર બજારમાં ઘણી એવી લિસ્ટેડ કંપનીઓ છે, જેમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો દાવ છે. આવી એક કંપની હેથવે કેબલ એન્ડ ડાટાકોમ છે. 

22 રૂપિયાના શેરમાં તોફાની તેજી, ખરીદવા તૂટી પડ્યા ઈન્વેસ્ટર, મુકેશ અંબાણીનો પણ છે દાવ

Hathway Cable & Datacom Share: રોકાણકારો નાની કંપનીના શેર પર બહુ ભરોસો કરતા નથી હોતા પણ કેટલીકવાર આ નાના શેર જબરદસ્ત કમાણી કરાવી આપતા હોય છે. અમે એક આવા જ એક શેરની વાત કરી રહ્યાં છે જેને રોકાણકારોને બખ્ખાં કરાવી દીધા છે. શેર બજારમાં ઘણી એવી લિસ્ટેડ કંપનીઓ છે જેમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો દાવ છે. આવી એક કંપની- હેથવે કેબલ એન્ડ ડાટાકોમ છે. આ કંપનીમાં રિલાયન્સની મોટી ભાગીદારી છે. સૌથી મહત્વની વાત છે કે હેથવે કેબલ એન્ડ ડાટાકોમના શેરની કિંમત 25 રૂપિયાથી પણ ઓછી છે. રિલાયન્સે પણ આ કંપનીમાં રોકાણ કર્યું છે. 

કોની કેટલી ભાગીદારી
ડિસેમ્બર ક્વાર્ટરના શેરહોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો હેથવે કેબલ એન્ડ ડાટાકોમમાં પ્રમોટરની 75 ટકા ભાગીદારી હતી. તો પબ્લિક શેરહોલ્ડિંગ 25 ટકા છે. કંપનીના પ્રમોટર્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જિયો કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ, જિયો ઈન્ટરનેટ ડિસ્ટ્રિબ્યૂશન હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ, જિયો કેબલ એન્ડ બ્રોડબેન્ડ હોલ્ડિંગ સામેલ છે. જિયો કન્ટેન્ટની પાસે કંપનીના સૌથી વધુ 55,05,29,562 શેર છે.. તો જિયો ઈન્ટરનેટની પાસે કંપનીના 22,06,41,491 શેર છે. 

શું છે શેરની કિંમત
પાછલા ગુરૂવારે હેથવે કેબલ એન્ડ ડાટાકોમના શેરની કિંમત 22.12 રૂપિયા હતી. એક દિવસ પહેલા કિંમત 21.56 રૂપિયાના મુકાબલે શેરમાં 2.60 ટકાની તેજી આવી હતી. આ શેર ટ્રેડિંગ દરમિયાન 3 ટકા વધી 22.30 રૂપિયા પર પહોંચી ગયો છે. 6 ફેબ્રુઆરી 2024ના આ શેરની કિંમત 27.90 રૂપિયા હતી. આ શેરનો 52 સપ્તાહનો હાઈ છે. 

કેવા હતા ક્વાર્ટરના પરિણામ
ડિસેમ્બર ક્વાર્ટરમાં હેથવે કેબલ એન્ડ ડાટાકોમનો અનઓડિટેડ પ્રોફિટ 30.75 કરોડ રૂપિયા હતો. કંપનીનો નેટ પ્રોફિટ 22.35 કરોડ રૂપિયા છે. કંપનીનો ટોટલ ખર્ચ 512.36 કરોડ રૂપિયા છે. કંપનીની કમાણી 535 કરોડ રૂપિયા હતી. નોંધનીય છે કે હેથવે કેબલ એન્ડ ડાટાકોમ લિમિટેડ ભારતમાં અગ્રણી કેબલ બ્રોડબેન્ડ સેવા આપે છે. 

(અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો...)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news