ભારતની ચલણી નોટો પર ક્યારે છપાયો હતો ગાંધીજીનો પહેલો ફોટો? જાણો એ તસવીર પાછળની રોચક કહાની

રાષ્ટ્ર પ્રત્યે મહાત્મા ગાંધીના અનુપમ યોગદાનને કારણે તેમને ભારતીય ચલણી નોટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આજે, દરેક સંપ્રદાયની ભારતીય નોટ પર બાપુનું ચિત્ર છે. પરંતુ શું તમે જાણો છો કે ગાંધીજીની આ તસવીર ક્યાંથી લેવામાં આવી હતી અને પહેલી વખત ક્યારે ચલણી નોટો પર બાપુની  તસ્વીર આવી હતી? રિઝર્વ બેંકે સૌપ્રથમ 1969માં યાદગીરી તરીકે ગાંધીજીના ફોટાવાળી 100 રૂપિયાની નોટ બહાર પાડી હતી.

ભારતની ચલણી નોટો પર ક્યારે છપાયો હતો ગાંધીજીનો પહેલો ફોટો? જાણો એ તસવીર પાછળની રોચક કહાની

ઝી બ્યૂરો, અમદાવાદઃ રાષ્ટ્ર પ્રત્યે મહાત્મા ગાંધીના અનુપમ યોગદાનને કારણે તેમને ભારતીય ચલણી નોટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આજે, દરેક સંપ્રદાયની ભારતીય નોટ પર બાપુનું ચિત્ર છે. પરંતુ શું તમે જાણો છો કે ગાંધીજીની આ તસવીર ક્યાંથી લેવામાં આવી હતી અને પહેલી વખત ક્યારે ચલણી નોટો પર બાપુની  તસ્વીર આવી હતી? રિઝર્વ બેંકે સૌપ્રથમ 1969માં યાદગીરી તરીકે ગાંધીજીના ફોટાવાળી 100 રૂપિયાની નોટ બહાર પાડી હતી.

No description available.

વર્ષ 1947 સુધી ભારત:
માં બ્રિટિશ કિંગ જ્યોર્જની તસવીરવાળી ચલણી નોટોનો ઉપયોગ થતો હતો. પરંતુ આઝાદી પછી દેશવાસીઓ ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીનું ચિત્ર જોવા માંગતા હતા. આ દરમિયાન તત્કાલીન સરકારે આ નિર્ણય લેવા માટે થોડો સમય માગ્યો હતો. આ દરમિયાન, સરકારે ભારતીય કરન્સી પર કિંગ જ્યોર્જની તસવીરને સારનાથ સ્થિત લૉયન કેપિટલ સાથે રિપ્લેસ કરી દીધી.

No description available.

1987માં છપાઈ હતી ગાંધીજીના ચિત્ર સાથેની ચલણી નોટો:
રિઝર્વ બેંકે 1969 માં પ્રથમ વખત ગાંધીજીની તસવીર સાથે 100 રૂપિયાની નોટ રજૂ કરી હતી. આ વર્ષ તેમની જન્મ શતાબ્દીનું વર્ષ હતું અને નોટ પર તેમના ચિત્ર પાછળ સેવાગ્રામ આશ્રમનું ચિત્ર પણ હતું. પરંતુ ગાંધીજીના વર્તમાન ચિત્રવાળી ચલણી નોટો સૌપ્રથમ 1987માં છપાઈ હતી. ગાંધીજીના હસતા ચહેરાવાળી આ તસવીર પહેલીવાર 500 રૂપિયાની નોટ પર ઓક્ટોબર 1987માં છાપવામાં આવી હતી. આ પછી ગાંધીજીની આ તસવીરનો ઉપયોગ અન્ય ચલણી નોટો પર પણ થવા લાગ્યો.

1996માં છપાઈ મહાત્મા ગાંધીની સીરીઝવાળી નોટ:
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 1996માં પ્રથમ વખત એડિશનલ ફિચર્સ સાથે મહાત્મા ગાંધીની સિરીઝવાળી નોટો બહાર પાડી હતી. આ સુવિધાઓમાં બદલાયેલ વોટરમાર્ક, વિન્ડોડ સિક્યુરિટી થ્રેડ, લેટેસ્ટ ઈમેજ, અને વિઝ્યુલી હેન્ડીકેપ્ડ લોકો માટે ઈન્ટેગ્લિયો ફીચર્સ પણ શામેલ છે. 1996થી પહેલા 1987માં, મહાત્મા ગાંધીની તસવીરનો ઉપયોગ વોટરમાર્ક તરીકે કરવામાં આવ્યો હતો.

વર્ષ 1996 માં પ્રથમ વખત મહાત્મા ગાંધીની તસવીર સાથે ચલણમાં આવેલી નોટો 5, 10, 20, 100, 500 અને 1000 રૂપિયાની હતી. આ દરમિયાન, અશોક સ્તંભને બદલે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ચિત્ર અને અશોક સ્તંભનો ફોટો નોટની નીચે ડાબી બાજુ છાપવામાં આવ્યો હતો. ત્યારથી, ભારતીય ચલણી નોટો પર ગાંધીજીનું ચિત્ર દેખાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગાંધીજીની જે તસવીર આપણે નોટ પર જોઈએ છીએ તે ક્યાંથી લેવામાં આવી હતી?

ગાંધીજીનું આ ચિત્ર ક્યાંથી આવ્યું?
મહાત્મા ગાંધીની આ તસવીર 1946માં ભૂતપૂર્વ વાઈસરોય હાઉસ (હાલના રાષ્ટ્રપતિ ભવન) માં લેવામાં આવી હતી. અહીં ગાંધીજીને મળવા બ્રિટિશ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ફ્રેડરિક પેથિક લોરેન્સને મળવા માટે મ્યાનમાર (તે સમયે બર્મા)થી  ભારતમાં આવ્યા હતા. ત્યાં લીધેલી ગાંધીજીની આ તસવીર ભારતીય નોટો પર પોટ્રેટ તરીકે અંકિત કરવામાં આવી. જોકે, આ ફોટો ક્યા ફોટોગ્રાફરે લીધો તે અંગે કોઈને જાણ નથી.

ગાંધીજીની તસવીર પહેલા ભારતીય નોટોની ડિઝાઇન અને તસવીર અલગ હતી. વર્ષ 1949માં તત્કાલીન સરકારે 1 રૂપિયાની નોટ 'અશોક સ્તંભ' ની ડિઝાઈન કરી હતી. 1953થી, નોટો પર હિન્દીનો ઉલ્લેખ થવા લાગ્યો. 1954 માં 1,000, 5,000 અને 10,000 ની નોટો ફરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન 1000 રૂપિયાની નોટ પર 'તાંજોર ટેમ્પલ' ની ડિઝાઈન હતી. 5,000 રૂપિયાની નોટ પર 'ગેટવે ઓફ ઈન્ડિયા' ની જ્યારે 10,000 રૂપિયાની નોટ પર 'લાયન કેપિટલ' અને 'અશોક સ્તંભ'ની તસ્વીર છાપવામાં આવી હતી. જોકે, 1978માં આ તમામ નોટો બંધ કરીને એકમાત્ર ગાધીજીના ફોટાવાળી નોટ રાખવામાં આવી હતી.

Trending news

Powered by Tomorrow.io