₹48 ના IPO એ રચ્યો ઈતિહાસ, તૂટી પડ્યા ઈન્વેસ્ટરો, 200 ગણો થયો સબ્સક્રાઇબ, ત્રણ ગણા નફાના સંકેત
Hariom Atta & Spices IPO: હરિઓમ આટા એન્ડ સ્પાઇસેસ આઈપીઓને રેકોર્ડ સબ્સક્રિપ્શન મળ્યું છે. કંપનીના ઈશ્યૂને આશરે 2013.64 ગણો સબ્સક્રાઇબ કરવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Hariom Atta & Spices IPO: હરિઓમ આટા એન્ડ સ્પાઇસેસ આઈપીઓને રેકોર્ડ સબ્સક્રિપ્શન મળ્યું છે. કંપનીના ઈશ્યૂને આશરે 2013.64 ગણો સબ્સક્રાઇબ કરવામાં આવ્યો છે. આઈપીઓના ત્રીજા દિવસ એટલે કે 21 મેએ ઈન્વેસ્ટરોએ 211.82 કરોડ ઈક્વિટી શેર ખરીદ્યાં છે, જે 11.55 લાખ ઈક્વિટી શેરની ઓફર સાઇઝથી 1,834.01 ગણાથી વધુ રહ્યું છે. હરિઓમ આટા એન્ડ સ્પાઇસેસ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 48 રૂપિયા નક્કી કરવામાં આવી હતી.
કયો કોટા કેટલો સબ્સક્રાઇબ?
રિટેલ ઈન્વેસ્ટરોએ એલોટમેન્ટ કોટાથી 2556.5 ગણો વધુ સબ્સક્રાઇબ કર્યો જ્યારે સંસ્થાગત અને બિન-સંસ્થાગત ઈન્વેસ્ટરોએ તેના નક્કી હિસ્સાથી 1,432.77 ગણી વધુ ખરીદી કરી. નોંધનીય છે કે HOAC દ્વારા સબ્સક્રિપ્શનના આંકડા કેસી એનર્જી એન્ડ ઈન્ફ્રા અને મેક્સપોઝર આઈપીઓથી વધુ હતા, જેને આ વર્ષે જાન્યુઆરીમાં ક્રમશઃ 959 ગણું અને 905 ગણું સબ્સક્રિપ્શન પ્રાપ્ત થયું હતું.
શું છે ડિટેલ?
લોટ અને મસાલા બનાવનારી કંપનીએ 16 મેએ 48 રૂપિયા પ્રતિ શેરની કિંમતની સાથે 5.54 કરોડનો ઈશ્યૂ લોન્ચ કર્યો હતો. તેમાં માત્ર 11.55 લાખ ઈક્વિટી શેરનો ફ્રેશ ઈશ્યૂ સામેલ હતો. નોંધનીય છે કે તેની એલોટમેન્ટ ડેટ 22 મે છે અને ઈક્વિટી શેર 23 મે સુધી સફળ ઈન્વેસ્ટરોના ડીમેટ ખાતામાં જમા કરી દેવામાં આવશે. કંપનીના શેરનું લિસ્ટિંગ 24 મેએ એનએસઈ ઇમર્જ પર થશે.
શું ચાલી રહ્યો છે GMP?
investorgain.com પ્રમાણે ગ્રે માર્કેટમાં આ આઈપીઓ 155 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આ પ્રમાણે શેર 203 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે લિસ્ટિંગ પર ઈન્વેસ્ટરોને 322.92% સુધીનો નફો થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે