આનંદો! બદલાઈ ગઈ ATMમાંથી કેશ ઉપાડવાની રીત, ગ્રાહકોને ફાયદો કરાવવા RBI એ લાગૂ કર્યો નવો નિયમ
RBI Cardless Withdrawals Rule: આરબીઆઈના નિર્દેશ બાદ હવે તમામ બેંક અને એટીએમ ઓપરેટરને કાર્ડલેસ કેશ ઉપાડની રાહ જોવી પડશે. રિઝર્વ બેંક તરફથી લાગૂ કરાયેલા નિયમ હેઠળ કોઈ પણ બેંક કોઈ પણ બેંકના ખાતાધારકને આ સુવિધા આપી શકે છે. તેના માટે NPCI ને UPI ઈન્ટિગ્રેશનનો નિર્દેશ આવ્યો છે.
Trending Photos
RBI Cardless Withdrawals Rule: પીએમ મોદીએ ડિજિટલ ટ્રાંજેક્શનની શરૂઆત કરાવ્યા બાદ મોટા ભાગના લોકો ઓનલાઈન વ્યવહારો કરે છે. જેણા કારણે એટીએમમાંથી કેશ કાઢનાર લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. પરંતુ જો તમે એટીએમમાંથી પૈસા કાઢતા હોય તો આ અહેવાલ તમારા કામનો બની રહેવાનો છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકો અને એટીએમ ઓપરેટરોને એટીએમમાંથી કાર્ડલેસ ઉપાડનો આદેશ આપ્યો છે.
એકદમ બદલાઈ જશે કેશ ઉપાડની રીત
આરબીઆઈના આ નિયમ લાગૂ થયા બાદ એટીએમથી કેશ કાઢવાની રીત એકદમ બદલાઈ જશે. તેનો ફાયદો એ થશે કે કાર્ડની ક્લોનિંગ, કાર્ડ સ્કિમિંગ અને બીજી બેંક ફ્રોડ ઓછા થઈ જશે. કાર્ડલેસ ટ્રાંજેક્શનમાં કેશ કાઢવા માટે તમારે ડેબિટ કે ક્રેડિટ કાર્ડની જરૂરિયાત રહેશે નહીં. તેમાં તમે યૂપીઆઈ પેમેન્ટ એપ જેવી પેટીએમ, ગૂગલ પે, એમેઝોન પે અથવા તો ફોન પે જેવી એપ મારફતે જ એટીએમમાંથી પૈસા કાઢી શકશો.
NPCIને UPI ઈન્ટિગ્રેશનનો નિર્દેશ
આરબીઆઈના નિર્દેશ બાદ હવે તમામ બેંક અને એટીએમ ઓપરેટરને કાર્ડલેસ કેશ ઉપાડની રાહ જોવી પડશે. રિઝર્વ બેંક તરફથી લાગૂ કરાયેલા નિયમ હેઠળ કોઈ પણ બેંક કોઈ પણ બેંકના ખાતાધારકને આ સુવિધા આપી શકે છે. તેના માટે NPCI ને UPI ઈન્ટિગ્રેશનનો નિર્દેશ આવ્યો છે.
ચાર્જમાં કોઈ ફેરફાર નહીં
તમને જણાવી દઈએ કે ATM કાર્ડ પર તાજેતરમાં જે ચાર્જ લાગે છે, ફેરફાર પછી પણ તેના તે જ ચાર્જ રહેશે. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. તેના સિવાય કેશલેશ ટ્રાંજેક્શનથી રકમ ઉપાડનાર માટે લિમિટ પણ પહેલાની જેમ જ યથાવત રહેશે.
કેવી રીતે કામ કરે છે આ સુવિધા
કાર્ડલેસ ટ્રાંજેક્શનની સુવિધા અત્યારે અમુક જ બેંકોના એટીએમ પર મળી રહી છે. નવી સિસ્ટમ હેઠળ ગ્રાહકોને એટીએમમાં ડેબિટ કાર્ડની જરૂરિયાત રહેશે નહીં. તેના માટે ગ્રાહકોને એટીએમ પર ક્યૂઆર કોડ સ્કેન કરવાનો રહેશે. ત્યારબાદ 6 ડિજિટનો યૂપીઆઈ એન્ટર કરવાનો રહેશે અને પછી પૈસા ઉપાડી શકશો.
શું છે RBIનો હેતુ
કેશલેશ કેશ વિડ્રોલ સિસ્ટમને લાગૂ કરવા પાછળ આરબીઆઈનો હેતુ સતત વધી રહેલી ફ્રોડની ઘટનાઓને રોકવાનો છે. તેનાથી કાર્ડની ક્લોનિંગ, કાર્ડ સ્કિમિંગ અને બીજી બેંક ફ્રોડ ઓછા થવાની આશા સેવવામાં આવી રહી છે. સાથે તમારે પૈસા કાઢવા માટે કાર્ડની જરૂરિયાત પણ રહેશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે