500 કે 1000ની નોટ અસલી છે કે નકલી? આ 3 વસ્તુ ચેક કરો અને જાણી લો
બેંકો પાસેથી મળનારી નોટો નકલી હોવાના આશંકા નથી પરંતુ બજારમાં ચલણમાં હાજર નવી નોટોના ક્લોન જરૂર થઈ શકે છે. આવામાં નવી નોટોની ઓળખ જરૂરી છે.
Trending Photos
નવી દિલ્હી: સામાન્ય રીતે દરરોજ નકલી નોટો અંગેના સમાચારો આપણે ન્યૂઝ પેપરમાં વાંચતા હોઈએ છીએ. સરકારે ફેક કરન્સી પર રોક લગાવવા માટે જૂની મોટી નોટોની જગ્યાએ નવી નોટ લાવવાનો નિર્ણય લીધો. આમ છતાં બજારમાં ફેક કરન્સી પર સંપૂર્ણ રીતે લગામ લગાવી શકાઈ નથી. આવામાં લોકોને હજુ એ પણ પૂરેપૂરી જાણકારી નથી કે નવી નોટો અસલી છે કે નકલી તે ઓળખ કેવી રીતે કરવી. બેંકો પાસેથી મળનારી નોટો નકલી હોવાના આશંકા નથી પરંતુ બજારમાં ચલણમાં હાજર નવી નોટોના ક્લોન જરૂર થઈ શકે છે. આવામાં નવી નોટોની ઓળખ જરૂરી છે.
નવી નોટોની સાઈઝ અને કલર
2000ની નવી નોટોનો બેઝ કલર મજેન્ટા છે અને તેની સાઈઝ 66 મિમી ગણી 166 મિમી છે. નોટના ફ્રન્ટ પર મહાત્મા ગાંધી અને પાછળની તરફ મંગળયાનની તસવીર લાગેલી છે. 500ની નવી નોટના રંગ, થીમ, ડિઝાઈન અને સિક્યોરિટી ફીચરની જગ્યાએ જૂની નોટોની સરખામણીમાં અલગ છે. 500ની નવી નોટોનો સાઈઝ 63 મિમી ગણી 150 મિમી છે. તે નવા કલરમાં છે જે સ્ટોન ગ્રે છે. જેની થીમ દિલ્હીના લાલ કિલ્લા પર આધારિત છે. સ્વચ્છ ભારત અભિયાનનો લોગો પણ લાગેલો છે.
500, 2000ની નવી નોટમાં અસલી-નકલીમાં 3 મોટા ફરક છે
1. સિક્યોરિટી થ્રેડ પર ભારત, RBI અને 2000 લખ્યું છે. નોટને હળવી રીતે વાળવાથી આ થ્રેડનો કલર લીલામાંથી બદલાઈને નીલો થઈ જાય છે. તસવીરમાં પણ તમને જોવા મળશે કે કેવી રીતે નોટનો રંગ બદલાઈ જાય છે. પ્રકાશમાં તેને ધ્યાનથી જોવામાં આવશે તો તે સ્પષ્ટ રીતે જોવા પણ મળશે.
2. મહાત્મા ગાંધીનો વોટરમાર્ક અસલી નોટ પર હળવા પ્રકાશ કે લાઈટ રોશનીમાં સ્પષ્ટ જોવા મળશે. પરંતુ નકલી નોટમાં આ વોટરમાર્ક બનવાની શક્યતા નથી. આથી નકલી નોટમાં આ વોટરમાર્ક જોવા મળશે નહીં.
3. નોટની નીચેની તરફ ડાબી બાજુ એક નાનકડું બોક્સ જોવા મળશે. આ બોક્સને અલગ ડાર્ક રંગથી બનાવવામાં આવ્યું છે. નોટ હાથમાં આવતા આરામથી તેને જોઈ શકાય છે. તસવીરમાં જોશો તો ખબર પડશે કે તેને થોડું વાળવાથી આ નોટ પર લખવામાં આવેલું નોટનું મૂલ્ય જોવા મળશે. જ્યારે નકલી નોટમાં આ માર્ક જોવા મળશે નહીં. આ સાથે જ નકલી નોટમાં આ બોક્સ અસલ નોટની સરખામણીમાં થોડું લાંબુ જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે