અમેરિકાને ભારતનો કડક જવાબ, 30 પ્રોડક્ટ પર વધારી ઇમ્પોર્ટ ડ્યુટી

ભારતે અમેરિકાની તરફથી કેટલોક સામાન પર શુલ્ક  વધારવાનાં વિરોધમાં 30 પ્રોડક્ટનાં ઇમ્પોર્ટ પર છુટને રદ્દ કરી દેવામાં આવી છે

અમેરિકાને ભારતનો કડક જવાબ, 30 પ્રોડક્ટ પર વધારી ઇમ્પોર્ટ ડ્યુટી

નવી દિલ્હી : ભારતે અમેરિકાની તરફથી કેટલોક સામાન પર શુલ્ક  વધારવાનાં વિરોધમાં 30 પ્રોડક્ટનાં ઇમ્પોર્ટ પર છુટને રદ્દ કરી દેવામાં આવી છે. આ અંગે ભારતની તરફથી વર્લ્ડ ટ્રેડ  ઓર્ગેનાઇઝેશનની પણ માહિતી આપવામાં આવી છે. ભારતે 14 જુને વિશ્વ વ્યાપાર સંગઠનને લખેલા પત્રમાં સ્પષ્ટ કહ્યું હતું કે અમેરિકાથી થનાર આયાત પર ખતમ કરવામાં આવેલ આ છુટ તેની તરફથી ભારતની પ્રોડક્ટ પર લગાવાતી ડ્યુટીના પ્રમાણમાં જ હશે. 

— ANI (@ANI) June 16, 2018

ભારતે 800 સીસીથી વધારે ક્ષમતાની બાઇક્સ, સફરજન અને બદામ જેવી પ્રોડક્ટ પર ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે. એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, અમેરિકાની તરફથી ભારતથી સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત ડ્યુટી વધારવાનાં જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. નવા નિર્ણય અનુસાર હવે અમેરિકાથી આયાત થનાર 800 સીસી કરતા વધારે બાઇક્સ પર 50 ટકા ડ્યુટી લાગશે, બદામ પર 20 ટકા, મગફળી પર 20 ટકા અને સફરજન પર પણ 25 ટકા ડ્યુટી ચાર્જ લગાવવામાં આવશે. 

સમગ્ર મુદ્દે માહિતી ધરાવતા એક અધિકારીએ કહ્યું કે, આ પહેલીવાર છે, જ્યારે ભારતે અમેરિકાની વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરતા આયાત પર ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે. ભારતની તરફથીવધારાયેલી ડ્યુટી 21 જુનથી પ્રભાવિત થશે. ભારતનું અનુમાન છે કે ડ્યુટીમાં વધારાના કારણે તેઓ 238.09 મિલિયન અમેરિકી ડોલરનો રેવન્યું પેદા કરી શકશે. ો

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news