GSTની અસર ખતમ, ભારતીય ઈકોનોમીની ગાડી હવે પાટા પર

વિશ્વ બેંકનું એવુ અનુમાન છે કે આવનારા એક થી બે વર્ષની અંદર ભારતીય ઈકોનોમી દુનિયામાં સૌથી ઝડપથી આગળ ધપતી મોટી અર્થવ્યવસ્થાઓમાંથી એક હશે.

GSTની અસર ખતમ, ભારતીય ઈકોનોમીની ગાડી હવે પાટા પર

નવી દિલ્હી: વિશ્વ બેંકનું એવુ અનુમાન છે કે આવનારા એક થી બે વર્ષની અંદર ભારતીય ઈકોનોમી દુનિયામાં સૌથી ઝડપથી આગળ ધપતી મોટી અર્થવ્યવસ્થાઓમાંથી એક હશે. વિશ્વ બેંકના અનુમાન મુજબ હાલના નાણાકીય વર્ષમાં ભારતીય ઈકોનોમીનો ગ્રોથ 7.3 ટકા રહેશે. જ્યારે આવનારા બે વર્ષોમાં આ ગ્રોથ વધીને 7.5 ટકા સુધી રહેવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. વિશ્વ બેંકનું કહેવું છે કે છેલ્લા એક વર્ષથી દોઢ વર્ષમાં ભારતીય ઈકોનોમીના ગ્રોથને પ્રભાવિત કરનારા ફેક્ટર હવે સંપૂર્ણ રીતે  ખતમ થઈ ગયા છે.

મંગળવારના રોજ બેંક તરફથી જારી કરવામાં આવેલી ગ્લોબલ ઈકોનોમિક્સ પ્રોસ્પેક્ટ્સના રિપોર્ટ મુજબ ભારતના ગ્રોથના અનુમાનથી ખબર પડે છે કે દેશમાં અંગત વપરાશ ખુબ ઝડપથી વધ્યો છે અને રોકાણનો માહોલ ખુબ મજબુત થયો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે 'સતત 5 ત્રિમાસિક સુધી ભારતીય ઈકોનોમીનો ગ્રોથ ખુબ ધીમો રહ્યાં બાદ 2017ના મધ્યમાં તે પોતાના નિચલા સ્તરે પહોંચી ગયો હતો. જો કે ત્યારબાદથી જ સુધારા ચાલુ છે અને હવે 2018માં મોમેન્ટમ પાછો ફર્યો છે અને જલદી રોકાણની સ્થિતિમાં પણ હવે સુધારો થશે.'

રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત 2017ના મધ્યમાં જ જીએસટી લાગુ કર્યા બાદ પેદા થયેલી જટિલતાઓથી બહાર આવી ગયું હતું. ત્યારબાદ મેન્યુફેક્ચરિંગ આઉટપુટ અને ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં સતત ઝડપથી વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં બેંકનું કહેવું છે કે દેશમાં વ્યક્તિદીઠ આવકમાં પણ ઝડપથી સુધારો થયો છે. જેના કારણે ભારતમાં ગરીબીને ઓછી કરવામાં મદદ મળી રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news