શાકભાજીનાં ભાવમાં ભડકો : ડૂંગળીનો ભાવ 178 ગણો વધ્યો

જથ્થાબંધ મૂલ્યનો ફૂગાવો વધીને આઠ મહિનાની ટોચે પહોંચ્યો : મોંઘવારીનાં ભડકાથી સામાન્ય પ્રજા દાજી

શાકભાજીનાં ભાવમાં ભડકો : ડૂંગળીનો ભાવ 178 ગણો વધ્યો

નવી દિલ્હી : જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક આધારિત ફુગાવો નવેમ્બરમાં વધીને 3.93 ટકાનાં આઠ મહિનાનાં ઉચ્ચસ્તર પર પહોંચી ગઇ. ડુંગળી અને અન્ય શાકભાજીનાં ભાવ વધવાથી ફુગાવો પણ વધ્યો છે. ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો 3.59નાં સ્તર પર હતી, જ્યારે ગત્ત વર્ષે નવેમ્બરમાં તે 1.82 ટકા પર હતી. નવેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારીનો આંકડો ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીનો સૌથી ઉંચો છે. તેની પહેલા એપ્રીલમાં જથ્થાબંધ મુલ્ય સુચકાંક આધારિત ફુગાવો 3.85 પર પહોંચી ગયો હતો. વાણીજ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર મહિના દરમિયાન વાર્ષિક આધારે ડુંગળીનાં ભાવ 178.19 ટકા વધ્યા. સીઝનની અન્ય શાકભાજીની કિંમતોમાં પણ 59.80 ટકાનો વધારો થયો. ઓક્ટોબરમાં આ શાકભાજીનાં ભાવ 36.61 ટકા વધ્યા હતા. 

પ્રોટીનવાળા ઉત્પાદનો જેમ કે ઇંડા, માંસ અને માછલીની શ્રેણીમાં ફુગાવો 4.73 ટકા પર રહ્યો. તેની પહેલાનાં મહિને તે 5.76 ટકા હતી. નવેમ્બરમાં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો વધીને 6.06 ટકા થઇ ગયો જે ઓક્ટોબરમાં 4.30 ટકા હતી. વિનિર્મિત વસ્તુઓનો ફુગાવો 2.61 ટકા પર લગભગ સ્થિર રહી. ગત્ત મહિને તે 2.62 ટકા હતી. તેની પહેલા ગત્ત અઠવાડીયે બહાર પડાયેલા આંકડાઓ અનુસાર નવેમ્બરમાં ગ્રાહકોનાં મૂલ્ય સુચકાંક આધારિત ફુગાવો 4.88 ટકાનાં 15 મહિનાનાં ઉચ્ચ સ્તર પર પહોંચી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news