દિવાળી ગિફ્ટ: આજથી શરૂ થઇ રહ્યો છે Jiophone 2નો સેલ, જાણો શું છે ઓફર

જો તમે દિવાળીના અવસર પર મિત્રો. સબંધીઓને ભેટ આપવાનો વિચાર કરી રહ્યા છો, તો તમારી માટે જીયો સારી જીયો વધુ સારી તક છે.

દિવાળી ગિફ્ટ: આજથી શરૂ થઇ રહ્યો છે Jiophone 2નો સેલ, જાણો શું છે ઓફર

નવી દિલ્હી: જો તમે દિવાળીના અવસર પર મિત્રો. સંબંધીઓને ભેટ આપવાનો વિચાર કરી રહ્યા છો, તો તમારી માટે જીયો સારી જીયો વધુ સારી તક છે. આ દિવાળી પર તમે તમારી નજીકના સંબંધીઓને jiophone 2 આપી શકો છો. રિલાયન્સ જીયો jiophone 2નો સેલ શરૂ કરવામાં આવી રહ્યો છે. જે સતત સાત દિવસ સુધી ચાલશે. તમે કોઇ પણ પ્રકારના વેટીંગ વિના આ ફોનને ખરીદી શકો છો. આ સેલ આજે એટલે કે 5 નવેમ્બર બપોરે 12 વાગ્યે શરૂ થશે અને 12 નવેમ્બર સુધી ચાલશે જેમાં તમને કેશબેક પણ મળશે.

જીયોની અધિકારીક વેબસાઇટ અનુસાર, જો તમે જીયો ફોનના લેસ્ટેસ્ટ મોડલ માટે પેટીએમ વોલેટથી ચૂકણવી કરો છો. તો તમને 200 રૂપિયાનો કૈશબેક મળશે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં લોન્ચ કરવામાં આવ્યા બાદથી રિલાયન્સ જીયો ફોન 2ને ફ્લેશ સેલમાં વેચવામાં આવી રહ્યો છે. પરંતુ હવે તેને ઓપન સેલમાં વેચવામાં આવશે. jiophone 2 કંપનીના લોકપ્રિય ફોનનું અપગ્રેડ છે. જેની કિંમત 2,999 રાખવામાં આવી છે. જેમાં ક્વેર્ટી ક્વૉર્ટી કીબોર્ડ આપવામાં આવ્યું છે. 

આ જીયો ફોનમાં તમે વોટ્સએપ, ફેસબુક, અને યુટ્યૂબને ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકો છો. તે સિવાય jioની તમામ એપ જેવી કે MyJio, JioMusic, JioTV, JioCinema, JioVideoCall, અને JioPayનો પણ ઉપયોગ કરી શકો છો. આ ફિચર્સ JioPhone 2 પહેલાથી લોડ કરી દેવામાં આવ્યું છે.

JioPhone 2 ડ્યુઅલ સીમ સ્માર્ટફોન છે. જેમાં 2.4 ઇંચની ક્યુવીજીએ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેમાં 512 એમબીની રેમ છે. અને ઇનબિલ્ટ 4 જીબીનું સ્ટોરેજ છે. 128 જીબી સુધી માઇક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરીને તમે મેમરી પણ વધારી શકો છો. ફોનમાં 2 મેગાપિક્સલનો રિયર કેમેરો અને વીજીએ ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 2000 એમએએચની બેટરી છે. અને વીઓએલટીઇ, વીઓવાઇફાઇ, અનએફસી, જીપીએસ, બ્લૂટ્યૂથ અને એફએમ રેડિયોનો સમાવેશ થાય છે. 

જીયો કંપની તેના JioPhone  અને JioPhone 2 માટે Exclusive રીચાર્જ પ્લાન આપનવામાં આવ્યો છે. જેમાં સોથી સસ્તો પ્લાન 49 રૂપિયાનો છે. જેમાં અનલિમીટેડ વોઇલ કોલ અને 50 એસએંમએસ તથા 1 જીબીનું 4જી ડેટા પ્લાન મળે છે. જેની વેલીડીટી 28 દિવસ સુધીની છે. બીજુ રીચાર્જ પેક 99 રૂપિયાનું છે. જેમા પણ 28 દિવસની વેલીડીટી સાથે વોઇસ કોલ, 300 એસએમએસ અને રોજ 500 એમબી 4જી ડેટા આપવામાં આવી રહ્યો છે, સૌથી મોધુ પેક 153 રૂપિયાનુ આપવામાં આવી રહ્યું છે. જેની વેલિડીટી પણ 28 દિવસની છે. અને તમામ ફાયદાઓ 99 રૂપિયાના રિચાર્જ જેવા જ મળી રહ્યા છે. જેમા માત્ર ડેટા ન જ રોજ પ્લાન 1.5 જીબી સુધી મળી રહ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news