હુકમનો એક્કો છે Jio નો આ પ્લાન! 601 રૂપિયાના પ્લાનમાં 499 રૂપિયાના ખાસ ફાયદા

Jio Tarrif Plan For Prepaid: 1 ડિસેમ્બરથી Jio Prepaid Plans Price Hike થયા જેના કારણે ઘણા પ્લાનમાંથી Disney+ Hotstar OTT બેનિફિટને હટાવવામાં આવ્યા છે. હવે માત્ર એક જ એવો જિયો પ્લાન બચ્યો છે જેમાં તમને ડિઝની પ્લસ હોટસ્ટારના બેનિફિટ મળશે.

Updated By: Dec 1, 2021, 09:28 PM IST
હુકમનો એક્કો છે Jio નો આ પ્લાન! 601 રૂપિયાના પ્લાનમાં 499 રૂપિયાના ખાસ ફાયદા

Jio Tarrif Plan For Prepaid: જો તમે પણ Reliance Jio ના યુઝર છો અને તમે એવો પ્રીપેડ પ્લાન ઇચ્છો છો જેમાં તમને Disney+ Hotstar પણ ઓફર કરે, તો જણાવી દઇએ કે મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની પાસે આવો જ એક રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. 1 ડિસેમ્બરથી Jio Prepaid Plans Price Hike થયા જેના કારણે માત્ર પ્લાનની કિંમતો જ વધી નથી પરંતુ ડિઝની પ્લસ હોટસ્ટાર પણ ઘણા પ્લાનમાંથી હટાવી દેવામાં આવી છે.

હવે એક જ એવો Jio Plan છે જે 499 રૂપિયાની કિંમતે ડિઝની પ્લસ હોટસ્ટાર તેના યુઝર્સને ઓફર કરી રહ્યું છે, તમને જણાવી દઈએ કે આ પ્લાનની કિંમત 601 રૂપિયા છે. આવો અમે તમને આ પ્લાનના ફાયદા અને માન્યતા વિશે માહિતી આપીએ.

ભાવ વધાર્યા બાદ આ છે Jio, Airtel અને Vi ના સૌથી સસ્તા પ્લાન, ઓછી કિંમતમાં શાનદાર Benefits

Reliance Jio 601 Plan Details
આ પ્લાનની સૌથી મહત્વની બાબત OTT બેનિફિટ અને પ્લાનમાં મળતા ડેટા છે. આ પ્લાનમાં દરરોજ 3 જીબી ડેટાની સાથે યુઝર્સને 6 જીબી બોનસ ડેટા પણ આપવામાં આવે છે. આવો અમે તમને આ પ્લાનની વેલિડિટી વિશે પણ જણાવીએ.

BOOSTER DOSE: ભારતમાં ટૂંક સમયમાં શરૂ થશે બૂસ્ટર ડોઝ? આ કંપનીએ માંગી મંજૂરી

ડેટા સિવાય કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત વોઇસ કોલિંગ સાથે દરરોજ 100 SMS આપવામાં આવે છે. અન્ય ફાયદાઓની વાત કરીએ તો Jio Cinema, Jio Tv સિવાય તમને આ પ્લાનમાં અન્ય બેનિફિટ્સના ફાયદા મળે છે.

Priyanka Chopra ને નિક જોનાસથી રહેવું પડશે દૂર, પ્રેમમાં આવ્યો આ અવરોધ

Jio 601 Plan Validity
601 રૂપિયાના આ પ્લાન સાથે યુઝર્સને 28 દિવસની વેલિડિટી મળી રહી છે, એટલે કે આ પ્લાનમાં કુલ 90 GB ડેટા આપવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube