KGF સ્ટાર યશના ઘરે ઇનકમ ટેક્સની રેડ, આ સ્ટાર્સ પર નિશાના પર

સાઉથના સ્ટાર યશની ફિલ્મ કેજીએફ બોક્સ ઓફિસ પર ધુઆંઆર કમાણી કરી રહી છે. હિંદી વર્જનમાં પણ ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે. આ દરમિયાન ફિલ્મ મેકર્સ અને યશ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. કન્નડ ફિલ્મ ઈંડસ્ટ્રીના ઘણા મોટા ચહેરાના ઘરે ઇનકમ ટેક્સની રેડ પડી છે. રિપબ્લિક ટીવીના સમાચાર અનુસાર ફિલ્મ પ્રોડ્યુસર વિજય અને યશ ઉપરાંત સેંડલવુડના બીજા સેલેબ્સ કિચ્ચા સુદીપ, શિવરાજ કુમાર, પુનીત રાજકુમારના ઘરે પણ રેડ પડી હોવાના સમાચાર આવ્યા છે. હાલમાં કોઇ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી. 
KGF સ્ટાર યશના ઘરે ઇનકમ ટેક્સની રેડ, આ સ્ટાર્સ પર નિશાના પર

નવી દિલ્હી: સાઉથના સ્ટાર યશની ફિલ્મ કેજીએફ બોક્સ ઓફિસ પર ધુઆંઆર કમાણી કરી રહી છે. હિંદી વર્જનમાં પણ ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે. આ દરમિયાન ફિલ્મ મેકર્સ અને યશ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. કન્નડ ફિલ્મ ઈંડસ્ટ્રીના ઘણા મોટા ચહેરાના ઘરે ઇનકમ ટેક્સની રેડ પડી છે. રિપબ્લિક ટીવીના સમાચાર અનુસાર ફિલ્મ પ્રોડ્યુસર વિજય અને યશ ઉપરાંત સેંડલવુડના બીજા સેલેબ્સ કિચ્ચા સુદીપ, શિવરાજ કુમાર, પુનીત રાજકુમારના ઘરે પણ રેડ પડી હોવાના સમાચાર આવ્યા છે. હાલમાં કોઇ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી. 

મળતી માહિતી અનુસાર યશના ઘર અને ઓફિસમાં ઇનકમ ટેક્સની રેડ પડી છે. IBT ના રિપોર્ટ અનુસાર ઇનકમ ટેક્સ અધિકારી પ્રોડ્યુસર સીઆર મનોહર અને લીડિંગ પ્રોડ્યુસર-ડીસ્ટ્રીબ્યૂટર જયન્નાના ઘરે પણ જઇ શકે છે. અચાનક થયેલી આ રેડ કન્નડ ઈંડસ્ટ્રીમાં ફેલાયેલી બ્લેક મની હોવાનું સામે આવ્યું છે. આ રેડથી કન્નડ ઈંડસ્ટ્રીના સેલેબ્સ હેરાન છે. 

— shreya (@bollywoodfever3) January 3, 2019

તમને જણાવી દઇએ કે યશની તાજેતરમાં જ રિલીઝ ફિલ્મ KGF એ વર્લ્ડવાઇડ 150 કરોડનો બિઝનેસ કરી લીધો છે. સાઉથ ઈન્ડીયન ફિલ્મ KGF કન્નડમાં બની છે. આ એક એક્શન થ્રિલર મૂવી છે. ફિલ્મમાં લીડ રોલમાં એક્ટર યશની સાથે શ્રીનિધિ છે. ફિલ્મ આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં શાનદાર કમાઇ કરી રહી છે. KGF હિંદી વર્જનને 1500 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news