બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, જાણો કઈ બેન્કોએ આપી સૌથી વધુ રાહત
Govt Loan Write Off: કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક સવાલનો જવાબ આપતા કહ્યું કે નાણાકીય વર્ષ 2023-2024માં બેન્કો દ્વારા લોન માફી છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછી રહી છે.
Trending Photos
Punjab National Bank: ભારતીય બેંકોએ છેલ્લા એક વર્ષમાં લોન માફી ઓછી કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે ભારતીય બેંકોએ નાણાકીય વર્ષ 2023-24 (FY24)માં રૂ. 1.7 લાખ કરોડની લોન માફ કરી છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2022-23 (FY23)માં માફ કરાયેલી રૂ. 2.08 લાખ કરોડ કરતાં ઓછી છે. છે. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.
કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક સવાલનો જવાબ આપતા કહ્યું કે નાણાકીય વર્ષ 2023-2024 માં બેન્કો દ્વારા દેવામાફી છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછી રહી છે. નાણાકીય વર્ષ 2019-20 (FY20)માં બેન્કોએ 2.34 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી હતી. તો FY21 માં આ આંકડો 2.03 કરોડ રૂપિયા રહ્યો હતો. જ્યારે FY22 માં 1.75 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી હતી.
પંજાબ નેશનલ બેન્કે સૌથી વધુ કર્યા માફ
સરકારે જણાવ્યું કે FY24 માં પંજાબ નેશનલ બેન્કે સૌથી વધુ 18317 કરોડ રૂપિયાની લોન માફ કરી છે. ત્યારબાદ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા (18,264 કરોડ રૂપિયા) અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (16,161 કરોડ રૂપિયા) ની લોન માફ કરી છે. ખાનગી ક્ષેત્રમાં HDFC બેન્કે 11030 કરોડ રૂપિયાની લોન માફ કરી છે. આઈસીઆઈસીઆઈ બેન્કે 6198 કરોડ રૂપિયા અને એક્સિસ બેન્કે 8346 કરોડ રૂપિયાની લોન માફ કરી છે.
લોન માફીને લઈને શું છે RBIનો નિયમ
ભારતીય રિઝર્વ બેન્કના નિયમો અને બેન્ક બોર્ડ દ્વારા મંજૂર નીતિઓ અનુસાર બેન્ક સંપૂર્ણ રીતે નિયમોને આધીન નોન-પરફોર્મિંગ એસેટ્સ વિશે જાણકારીઓ આપે છે. એટલે કે આ પ્રકારની લોન માફીનો તે અર્થ થતો નથી કે લોન લેનારની લોન માફ થઈ જાય છે.
પંકજ ચૌધરીએ આગળ કહ્યું કે આવી માફીથી લોન લેનારને ચુકવણીમાં છુટ મળતી નથી તેથી માફીથી લોન લેનારને કોઈ લાભ મળતો નથી. લોન લેનાર પેમેન્ટ માટે જવાબદાર રહે છે અને બેન્કે આ ખાતાના સંબંધમાં શરૂ કરેલી વસૂલીની કાર્યવાહીઓ યથાવત રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે