Paytm ની ખાસ ઓફર, ફક્ત 8 રૂપિયામાં મળશે LPG સિલિન્ડર! જલદી આ રીતે કરો બુકિંગ

ઓનલાઇન પેમેન્ટ એપ પેટીએમ (Paytm) ફરી એકવાર ગેસ સિલિન્ડરના બુકિંગ (Gas Cylinder Booking) પર ધમાકેદાર ઓફર આપી રહ્યું છે. તેના હેઠળ 808 રૂપિયાનો સિલિન્ડર ફક્ત 8 રૂપિયામાં ખરીદી શકાશે.

Paytm ની ખાસ ઓફર, ફક્ત 8 રૂપિયામાં મળશે LPG સિલિન્ડર! જલદી આ રીતે કરો બુકિંગ

નવી દિલ્હી: ઓનલાઇન પેમેન્ટ એપ પેટીએમ (Paytm) ફરી એકવાર ગેસ સિલિન્ડરના બુકિંગ (Gas Cylinder Booking) પર ધમાકેદાર ઓફર આપી રહ્યું છે. તેના હેઠળ 808 રૂપિયાનો સિલિન્ડર ફક્ત 8 રૂપિયામાં ખરીદી શકાશે. તમે 30 જૂનની રાત્રે 11 11 વાગ્યાને 59 મિનિટ સુધી આ ઓફરનો લાભ ઉઠાવી શકશો.  

800 રૂપિયા સુધી કેશબેક મળશે
આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે તમારે તમારા મોબાઇલ ફોનમાં પેટીએમ એપ (Paytm App) ને ડાઉનલોડ કરવી પડશે અને પછી એપ ઓપન કરીને Book Gas Cylinder પર ક્લિક કરવું પડશે. અહીં તમને જણાવી દઇએ કે Bharat Gas, HP gas અને Indane નો વિકલ્પ જોવા મળશે. તમે જેના કસ્ટમર છો, તેની પસંદગી કરો. કંઝ્યૂમર નંબર, મોબાઇલ નંબર અથવા પછી  LPG આઇડીની મદદથી બુકિંગની પ્રક્રિયા આગળ વધશે. ડિટેલ્સ નાખ્યા પછી પ્રોસેસ કરવાની રહેશે અને તમારી સંપૂર્ણ જાણકારી સામે હશે. બુકિંગ કરતાં 10 રૂપિયાથી માંડીને 800 રૂપિયાની વચ્ચે કેશબેક મળશે.  

કેવી રીતે કરી શકશો કેશબેકનો ઉપયોગ
ધ્યાન રાખજો કે આ ઓફરનો લાભ પેટીએમ વડે પ્રથમ વાર સિલિન્ડર બુક કરવા પર જ લઇ શકાશે. કેશબેક ક્લેમ કરવા માટે પહેલાં પેમેન્ટ કરવું પડશે અને પછી તમારી સામે સ્ક્રેચ કાર્ડ આવશે. આ કાર્ડને ઓપન કરતાં કેશબેક મળી જશે. જો અહીં સ્ક્રેચ કાર્ડને ક્રેચ કરવાનું ભૂલ જાવ છો તો Cashback and Offers વાળા સેક્શનમાં જાવ અને પછી તેનો ઉપયોગ કરો. આ ક્રેચ કાર્ડને 7 દિવસમાં ઉપયોગ કરવું પડશે. 

ઓટોમેટિક એપ્લાઇ થઇ જશે કોડ
જો તમે પહેલીવાર પેટીએમ એપ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરી રહ્યા છો તો આ પ્રોમો કોડ ઓટોમેટિક જ એપ્લાય થઇ જશે, અને પછી રિવોર્ડ પણ મળી જશે. એટલે કે તમારે સિંપલ ઉપર લખેલા સ્ટેપ્સને ફોલો કરવાના છે. આમ કરવાથી તમને ફાયદો જ ફાયદો છે. કોરોના મહામારી વચ્ચે વધતી જતી મોંઘવારીમાં સામાન્ય જનતા માટે આ ઓફર કોઇ વરદાનથી કમ નથી. જે તેમને આર્થિક તંગીના લીધે ઉદભવેલી પરેશાનીથી બચાવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news