LPG Price Hike: સવાર સવારમાં મોંઘવારીનો મોટો ઝટકો! રાંધણ ગેસનો બાટલો મોંઘો થયો, ચેક કરો લેટેસ્ટ રેટ

પહેલી નવેમ્બરે જ સામાન્ય માણસને મોંઘવારીનો મોટો ઝટકો મળ્યો છે. નવેમ્બર મહિનાની પહેલી તારીખથી ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો ઝીંક્યો છે. ઓઈલ કંપનીઓએ જારી કરેલા લેટેસ્ટ રેટ મુજબ ગેસ સિલિન્ડર હવે 62 રૂપિયા મોંઘો પડશે. 

LPG Price Hike: સવાર સવારમાં મોંઘવારીનો મોટો ઝટકો! રાંધણ ગેસનો બાટલો મોંઘો થયો, ચેક કરો લેટેસ્ટ રેટ

આજથી નવેમ્બર મહિનાની શરૂઆત થઈ છે અને પહેલી નવેમ્બરે જ સામાન્ય માણસને મોંઘવારીનો મોટો ઝટકો મળ્યો છે. નવેમ્બર મહિનાની પહેલી તારીખથી ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો ઝીંક્યો છે. ઓઈલ કંપનીઓએ જારી કરેલા લેટેસ્ટ રેટ મુજબ ગેસ સિલિન્ડર હવે 62 રૂપિયા મોંઘો પડશે. 

કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો રેટ
19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી 62 રૂપિયા વધારો થયો છે. ઓઈલ  કંપનીઓએ હવાઈ ભાડામં પણ વધારો થવાના સંકેત આપતા ATF ના ભાવ વધાર્યા છે. જાણો મહાનગરોમાં આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ શું હશે...

દિલ્હી - 1802 રૂપિયા
કોલકાતા - 1911.50 રૂપિયા
મુંબઈ - 1754.50 રૂપિયા
ચેન્નાઈ - 1964.50 રૂપિયા

ઘરેલુ ગેસ સિલિન્ડરના લેટેસ્ટ રેટ
રાહતની વાત એ છે કે ઓઈલ કંપનીઓએ ઘરેલુ રાંધણ ગેસના બાટલામાં ભાવ વધારો કર્યો નથી. એટલે કે 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો થયો નથી. જાણો મહાનગરોમાં શું છે ભાવ. 

દિલ્હી - 803 રૂપિયા
કોલકાતા - 829 રૂપિયા
મુંબઈ - 802.50 રૂપિયા
ચેન્નાઈ - 818.50 રૂપિયા

ફ્લાઈટ ટિકિટ મોંઘી થઈ શકે
દિવાળી સીઝનમાં ફ્લાઈટમાં ફરવું મુસાફરોને મોંઘુ પડી શકે છે કારણ કે ઓઈલ કંપનીઓએ જેટ ફ્યૂલના ભાવમાં વધારો કર્યો છે. આવનારા દિવસોમાં ફ્લાઈટ ટિકિટના ભાવ વધી શકે છે. અત્રે જણાવવાનું કે નવેમ્બરની પહેલી તારીખથી ઓઈલ કંપનીઓએ જેટ ફ્યૂલ એટલે કે ATF ના ભાવમાં લગભગ 3000 રૂપિયા પ્રતિ કિલો સુધી વધારો કરવાની જાહેરાત કરી છે. 

મેટ્રો શહેરોમાં ATF Price (Domestice)
દિલ્હી - 90,538.72 રૂપિયા
કોલકાતા - 93,392.79  રૂપિયા
મુંબઈ - 84,642.91 રૂપિયા
ચેન્નાઈ - 93,957.10 રૂપિયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news