LPG Subsidy: મોટા સમાચાર! રાંધણ ગેસ સિલિન્ડર પર ફરી શરૂ થઈ સબ્સિડી! ખાતામાં આવશે પૈસા, આ રીતે કરો ચેક

LPG Gas Subsidy Update: એલપીજી સબ્સિડી એટલે કે રાંધણ ગેસ સબ્સિડી (LPG Gas Subsidy) હવે ગ્રાહકોના ખાતામાં આવવા લાગી છે. તમે પણ ઘરે બેઠા તેને સરળતાથી ચેક કરી લો કે તમારા એકાઉન્ટમાં રાંધણ ગેસ સબ્સિડી આવી છે કે નથી.

LPG Subsidy: મોટા સમાચાર! રાંધણ ગેસ સિલિન્ડર પર ફરી શરૂ થઈ સબ્સિડી! ખાતામાં આવશે પૈસા, આ રીતે કરો ચેક

નવી દિલ્હી: LPG Subsidy: એલપીજીના ગ્રાહકો માટે સારા સમાચાર છે. એલપીજી સબ્સિડી એટલે રાંધણ ગેસની સબ્સિડી (LPG Gas Subsidy) હવે ગ્રાહકોના ખાતામાં આવવા લાગી છે. જો કે, પહેલા પણ સબ્સિડી મળી રહી હતી, પરંતુ કેટલાક ગ્રાહકોના ખાતામાં સબ્સિડી ન મળવાની ફરિયાદ સતત મળી રહી હતી. હવે ફરી સબ્સિડી શરૂ થયા બાદ આ ફરિયાદ મળવાની બંધ થઈ ગઈ છે.

સબ્સિડીને લઇને અસમંજસ
એલપીજી ગેસ ગ્રાહકોને 79.26 રૂપિયા પ્રતિ સિલિન્ડર સબ્સિડી તરીકે આપવામાં આવી રહ્યા છે. પરંતુ, લોકો પાસેથી જાણકારી મળી છે કે, ગ્રાહકોને અલગ-અલગ સબ્સિડી મળી રહી છે. એવામાં, લોકો અસમંજસમાં છે કે, આખરે તેમને કેટલી વાર સબ્સિડી મળી રહી છે. ખરેખરમાં ઘણા લોકોને 79.26 રૂપિયાની સબ્સિડી મળી રહી છે તો ઘણા લોકોને 158.52 રૂપિયા અથવા 237.78 રૂપિયા સબ્સિડી મળી રહી છે. જો કે, તમારા ખાતામાં સબ્સિડી આવી છે કે નહીં તે તમે સરળ પ્રક્રિયાથી ચેક કરી શકો છો.

ઘરે બેઠા ચેક કરો અપડેટ
તમે ઘરે બેઠા સરળતાથી તમારા ખાતામાં સબ્સિડી ચેક કરી શકો છો. આજે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે તમે સરળતાથી મિનિટોમાં તે જાણી શકો છો કે, તમારા ખાતામાં સબ્સિડી (LPG Gas Subsidy Update) આવે છે કે નહીં.

આ રીતે ચેક કરો ખાતામાં સબ્સિડી
1. સૌથી પહેલા www.mylpg.in ઓપન કરો.
2. હવે તમને સ્ક્રીન પર જમણી બાજુ ગેસ કંપનીઓના ગેસ સિલિન્ડરના ફોટા જોવા મળશે.
3. અહીં તમે તમારા સર્વિસ પ્રોવાઈડરના ગેસ સિલિન્ડરના ફોટો પર ક્લિક કરો.
4. ત્યારબાદ સ્ક્રીન પર એક નવી વિન્ડો ઓપન થશે જે તમારા ગેસ સર્વિસ પ્રોવાઈડરની હશે.
5. હવે સૌથી ઉપર જમણી બાજુ સાઈન-ઇન અને ન્યૂ યુઝર ઓપ્શન પર ક્લિક કરો.
6. જો તમે પહેલાથી તમારું આઇડી બનાવ્યું છે તો સાઇન-ઇન કરો. જો તમારું આઇડી નથી તો તમે ન્યુ યુઝર પર ટેપ કરી વેબસાઈટ પર લોગઇન કરો.
7. હવે તમારી સામે વિન્ડો ઓપન થશે જેમાં જમણી તરફ વ્યૂ સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રી પર ટેપ કરો.
8. અહીં તમને તે જાણકારી મળશે કે તમને કયા સિલિન્ડર પર કેટલી સબ્સિડી આપવામાં આવી છે અને ક્યારે આપવામાં આવી છે.
9. આ સાથે જ જો તમે ગેસ બુક કરાવ્યો છે અને તમને સબ્સિડીના પૈસા નથી મળ્યા તો તમે ફિડબેકના બટન પર ક્લિક કરો.
10. ત્યાં તમે સબ્સિડીના પૈસા ન મળ્યાની ફરિયાદ નોંધાવી શકો છો.
11. આ ઉપરાંત તમે ટોલ ફ્રી નંબર 18002333555 પર ફ્રીમાં કોલ કરી તેની ફરિયાદ નોંધાવી શકો છો.

કેમ અટકી જાય છે સબ્સિડી
જો તમને સબ્સિડી મળી નથી તો તમારા માટે તે જાણવું જરૂરી છે કે, તમારી સબ્સિડી (LPG Gas Subsidy Status) કેમ અટકી ગઈ છે. LPG પર મળતી સબ્સિડી અટકવાનું સૌથી મોટું કારણ આધાર લિંક (LPG Aadhaar Linking) ન થયું હોવાનું હોઈ શકે છે. તને જણાવી દઇએ કે, જે લોકોની વર્ષની ઇનકમ 10 લાખ રૂપિયા અથવા તેનાથી વધારે છે તેમને સબ્સિડી આપવામાં આવતી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news