GPSCની પરીક્ષાઓની તારીખમાં મોટો ફેરફાર, ગ્રામ પંચાયતોની ચૂંટણીના કારણે નિર્ણય લેવાયો
અગાઉ 19 ડિસેમ્બર 2021ના રોજ GPSCની પ્રાથમિક પરીક્ષા યોજાવાની હતી. પરંતુ હવે તારીખ પાછી ઠેલાઈ છે. GPSCની પ્રાથમિક પરીક્ષા 26 ડિસેમ્બર 2021ના રોજ યોજાશે.
Trending Photos
ઝી ન્યૂઝ/ બ્યુરો: ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચુંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે, જેના કારણે તેની સીધી અસર GPSCની પરીક્ષાઓ પર પડી છે. GPSCની પ્રાથમિક પરીક્ષાની તારીખોમાં ફેરફાર થયો હોવાની માહિતી મળી રહી છે. તમને જણાવી દઈએ કે અગાઉ 19 ડિસેમ્બર 2021ના રોજ GPSCની પ્રાથમિક પરીક્ષા યોજાવાની હતી. પરંતુ હવે તારીખ પાછી ઠેલાઈ છે. GPSCની પ્રાથમિક પરીક્ષા 26 ડિસેમ્બર 2021ના રોજ યોજાશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે GPSCની પ્રાથમિક પરીક્ષાની તારીખોમાં ધરખણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે હવે 19 ડિસેમ્બરે યોજાનારી પરીક્ષા હવી સીધી 26 ડિસેમ્બર એટલે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી પછી યોજાશે. હાલ તેને લઈને ગુજરાત જાહેર સેવા આયોગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં GPSCની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે.
મા, તું આટલી નિષ્ઠુર કેમ બની? મોરબીના મેધપર ગામ નજીકથી કાંટામાંથી નવજાત બાળકી મળી
ગુજરાત જાહેર સેવા આયોગે પરિપત્ર મુજબ વહીવટી સેવા વર્ગ-1ની પરીક્ષા 16/12ના યોજાશે. નપા મુખ્ય અધિકારી-2ની પરીક્ષા 16/12ના યોજાશે. મદદનીશ નિયામક-2ની પરીક્ષા 2 જાન્યુઆરીના યોજાશે. આંકડાકીય સેવા વર્ગ-1ની પરીક્ષા 2 જાન્યુઆરી 2022ના યોજાશે અને જુનિયર ટાઉન પ્લાનરની પરીક્ષા 9 જાન્યુઆરીના રોજ યોજવાનો નિર્ણય કરાયો છે.
ગુજરાત જાહેર સેવા આયોગે પરિપત્ર પ્રમાણે નીચે મુજબની પરીક્ષામાં ફેરફાર કર્યો...
વહીવટી સેવા વર્ગ-1ની પરીક્ષા 16/12ના યોજાશે
નપા મુખ્ય અધિકારી-2ની પરીક્ષા 16/12ના યોજાશે
મદદનીશ નિયામક-2ની પરીક્ષા 2 જાન્યુઆરીના યોજાશે
આંકડાકીય સેવા વર્ગ-1ની પરીક્ષા 2 જાન્યુઆરીના યોજાશે
જુનિયર ટાઉન પ્લાનરની પરીક્ષા 9 જાન્યાઆરીના યોજાશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે