હજારો કરોડો રૂ.નું દેવું ઉતારવા અનિલ અંબાણીએ ભર્યું મોટું પગલું, લાગ્યો છે મોટો ઝટકો
રિલાયન્સ ગ્રુપ પર આશરે 60,000 કરોડ રૂપિયાનું દેવું છે
Trending Photos
મુંબઈ : અનિલ અંબાણીના વડપણ હેઠળનું રિલાયન્સ ગ્રુપ છેલ્લા કેટલાક સમયથી નાણાંકીય સંકટનો સામનો કરી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે રિલાયન્સ ગ્રુપ પર આશરે 60,000 કરોડ રૂપિયાનું દેવું છે. ચાલુ વર્ષે માર્ચમાં ગ્રુપે મુંબઈમાં તેનો પાવર ડિસ્ટ્રીબ્યૂશન બિઝનેસ અદાણી ગ્રુપને 18,800 કરોડ રૂપિયામાં વેચી દીધો હતો. જોકે અનિલ અંબાણીએ આ દેવામાંથી કોઈપણ ભોગે બહાર નીકળવા માટે કમર કસી છે અને એ એ માટે એક મોટો નિર્ણય લઈ લીધો છે. પબ્લિક સેક્ટર બેંક વિજયા બેંકે પણ હાલમાં અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ નવલ એન્ડ એન્જિનિયરિંગના લોન એકાઉન્ટને માર્ચ મહિના ત્રિમાસિક તબક્કાથી નોન પર્ફોમિંગ એસેટ એટલે કે એનપીએ જાહેર કરી દીધી છે. હાલમાં જ કંપનીના ઓડિટર્સને આ કંપનીની બિઝનેસ કરવાની ક્ષમતા પર સવાલ કર્યા હતા. આ કંપની પર અલગઅલગ કંપનીની લોન મળીને કુલ 9 હજાર કરોડ રૂ.નું દેવું છે.
મુંબઈ મિરરમાં આવેલા અહેવાલ પ્રમાણે રિલાયન્સ ગ્રુપે સાઉથ મુંબઈ જેવા પોશ વિસ્તારમાં બલાર્ડ એસ્ટેટ સ્થિત તેના હેડ ક્વાર્ટર રિલાયન્સ સેન્ટરને ખાલી કરી દીધું છે. મળતી માહિતી પ્રમાણે માથા પરનો દેવાનો બોજ ઉતારવા પોતાની પ્રાઇમ પ્રોપર્ટી વેચવા તૈયાર થયેલા બિઝનેસ હાઉસે હેડક્વાર્ટરને સાંતાક્રૂઝ સ્થિત ઓફિસમાંથી ચલાવવાનો નિર્ણય કર્યો છે. અનિલ અંબાણી સહિત ટોચનું મેનેજમેન્ટ અહીં હાજરી આપીને બિઝનેસ આગળ ધપાવશે. નિષ્ણાંતો માને છે કે બેલાર્ડ એસ્ટેટની ઓફિસનું ભાડું પ્રતિ મહિને 10 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે, તેથી રિલાયન્સ ગ્રુપ આ જગ્યાને ભાડે પણ આપી શકે છે.
દેવાનો બોજ ઉતારાવા માટે કંપનીએ તેના સ્પેકટ્ર્મ વેચીને 17,000 કરોડ રૂપિયા ભેગા કરશે. આ ઉપરાંત રિલાયન્સ ગ્રુપ દેશભરમાં ફેલાયેલા રિયલ એસ્ટેસ બિઝનેસને 10,000 કરોડ રૂપિયામાં વેચવા જઈ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે