મરતાંમરતાં માંડ-માંડ બચી હેમા માલિની!

ઉત્તર પ્રદેશના મથુરા લોકસભા ક્ષેત્રથી બીજેપી સાંસદ હેમા માલિની 13 મેના દિવસે મરતાંમરતાં માંડ-માંડ બચી છે

મરતાંમરતાં માંડ-માંડ બચી હેમા માલિની!

મથુરા : ઉત્તર પ્રદેશના મથુરા લોકસભા ક્ષેત્રથી બીજેપી સાંસદ હેમા માલિની 13 મેના દિવસે મરતાંમરતાં માંડ-માંડ બચી છે. હેમા માલિની એક ગામમાં સભાને સંબોધન કરવા ગઈ હતી ત્યારે આંધી અને તોફાનના કારણે એક ઝાડ એકાએક તેમના કાફલાની આગળ જ જ ધરાશાયી થયું હતું. આ સમયે ડ્રાઇવરે સતર્કતા વાપરીને તરત જ બ્રેક લગાવી દીધી હતી અને ગાડીને ઝાડ સાથે ટકરાવાથી બચાવી લીધી હતી. આ પછી સાંસદન સુરક્ષાકર્મીઓ તેમજ સાંસદોએ મળીને ઝાડ હટાવ્યું હતં અને રસ્તો સાફ કર્યો હતો. 

મળતી માહિતી પ્રમાણે હેમા માલિની માંટ ખતે મિટ્રોલી ગામમાં જનસભા કરવાની હતી. તે બીજેપી સરકારની ચોથી વર્ષગાંઠે 'સબ કા સાથ, સબ કા વિકાસ'નો સંદેશ દેવા ગઈ હતી. જોકે એકાએક હવામાન બગડવા લાગતા તેણે સભા છોડીને ઘરે પરત ફરવાનો નિર્ણય લીધો હતો. તે થોડાક જ કિલોમીટર આગળ વધી હતી કે એકાએક એક ઝાડ કાફલાની આગળ જ તુટી પડ્યું હતું. આ સંજોગોમાં હેમા માલિનીએ અડધો કલાક સુધી રસ્તા પર જ રોકાવું પડ્યું હતું. 

હવામાન વિભાગનાં એલર્ટ અનુસાર દિલ્હી આસપાસ અને યુપીમાં તોફાન આવવાનો ખતરો યથાવત્ છે. વિભાગે એલર્ટ આપ્યું છે તે અનુસાર દિલ્હી અને આસપાસ અને યુપીમાં તોફાન આવવાનો ખતરો હજી પણ છે. હવામાન વિભાગ (IMD)એ કહ્યું હતું કે, ધુળવાળી આંધી ચાલવાની સાથે ભારે વરસાદ થશે.આ ફેરફાર પહાડો પર નવા પશ્ચિમી વિક્ષોભ બનવાનાં કારણે થયું. તેની અસર મેદાની વિસ્તારો પર પડી. તેની અસર મેદાની વિસ્તારો પર પડી. હવામાન વિભાગે તે ઉપરાંત યૂપીનાં તમામ જિલ્લાઓને પણ એલર્ટ આપ્યું છે. તેની ચેતવણી બાદ યુપી સરકારની તરફતી તંત્રને અધિકારીઓએ આ અંગે માહિતી આપવામાં આવી છે અને કોઇ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટેનાં નિર્દેશો પણ આપ્યા છે. તાજેતરમાં દિવસોમાં યુપીમાં તોફાનથી સૌથી વધારે નુકસાન થયું હતું. 100 કરતા વધારે લોકોનાં જીવ ગયા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news