રેકોર્ડ સ્તર પર માર્કેટની શરૂઆત, સેન્સેક્સ 36880ની સપાટી પર ખુલ્યો
આજના દિવસે શેરબજારે રેકોર્ડ સ્તર પર શરૂઆત કરી છે
Trending Photos
નવી દિલ્હી : આજના દિવસે શેરબજારે રેકોર્ડ સ્તર પર શરૂઆત કરી છે. જોકે શરૂઆતના બિઝનેસમાં થોડો વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક માર્કેટમાં મળેલા સંકેતના આધારે બુધવારે સેન્સેક્સ 63.66 અંક વધીને 36,888.76ના સ્તર પર ખુલ્યો છે. આ સિવાય નિફ્ટીએ 1.75 અંકના વધારા સાથે 11,132.55ના સ્તર પર બિઝનેસની શરૂઆત કરી છે.
શરૂઆતમાં સપાટ શરૂઆત કર્યા પછી માર્કેટ પોતાના રેકોર્ડ સ્તર પર જળવાયેલું છે. શરૂઆતના બિઝનેસમાં ઓટો કંપનીઓના શેરોમાં તેજીનો માહોલ જોવા મળ્ય છે. નિફ્ટી-50માં હીરો મોટો કોર્પ તેમજ બજાજ ઓટો સહિત અન્ય કંપનીઓના શેરમાં તેજી જોવા મળી છે. જોકે બીજી તરફ તેલ કંપનીઓના શેરોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
મંગળવારની વાત કરીએ તો શેરબજાર રેકોર્ડ સ્તર પર બંધ થયું હતું. મંગળવારે સેન્સેક્સ 106.50 અંક વધીને 36,825.10ના રેકોર્ડ સ્તર પર બંધ થયો હતો. નિફ્ટીની વાત કરીએ તો એ 49.55 અંકોના વધારા સાથે 11,134.30ના સ્તર પર બંધ થયો હતો. બુધવારે રૂપિયાની સપાટ શરૂઆત કરી હતી. બુધવારે ડોલરની સરખામણીમાં રૂપિયો 68.96ના સ્તર પર ખુલ્યો છે. મંગળવારે એ 68.94ના સ્તર પર હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે