Marutiએ રચ્યો ઇતિહાસ, બીજા વિચારી પણ ન શકે એ કામ કરી બતાવ્યું

મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની છે

Marutiએ રચ્યો ઇતિહાસ, બીજા વિચારી પણ ન શકે એ કામ કરી બતાવ્યું

નવી દિલ્હી : દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિએ ઇતિહાસ રચી દીધો છે. કંપનીના માનેસર અને ગુડગાંવ પ્લાન્ટમાં 2 કરોડ કારનું પ્રોડક્શન થઈ ગયું છે. કંપનીએ આપેલી માહિતી પ્રમાણે 1983ના ડિસેમ્બર મહિનામાં મારુતિ સુઝુકીએ પોતાની કારનું ઉત્પાદન શરૂ કર્યું હતું. કંપનીએ 34 વર્ષ અને 6 મહિનામાં બે કરોડ કારના ઉત્પાદનની સિદ્ધિ મેળવી છે. આ બંને પ્લાન્ટમાં સ્વિફ્ટ, ડિઝાયર, વિટારા બ્રેઝા, ઓલ્ટો અને વેગન આર જેવી કંપનીની લોકપ્રિ્ય કાર્સ બની છે. 

મારુતિનું પ્રોડક્શન વધવા પાછળ એનું વધી રહેલું વેચાણ છે. આ પહેલાં આ મહિને વિટારા બ્રેજાનું વેચાણ 3 લાખ યુનિટ્સના આંકડાને પાર કરી ગયું હતું. આ વર્ષે ઓટો એક્સપોમાં લોન્ચ કરવામાં આવેલી નવી સ્વિફ્ટના 10 લાખ યુનિટ્સ વેચાઈ ગયા છે. કંપનીએ માહિતી આપી હતી કે આ બે કરોડ કાર્સમાંથી 143.70 લાખ કાર્સ ગુડગાંવના પ્લાન્ટમાં તેમજ માનેસર પ્લાન્ટમાં 56.2 લાખ કાર્સ બનાવવામાં આવી છે. 

હાલમાં મારુતિ સ્થાનિક માર્કેટ માટે 16 મોડલની કાર બનાવે છે. ભારતમાં બનેલી કારની યુરોપીયન દેશ તેમજ જાપાન સહિત અનેક એશિયાના દેશોમાં તેમજ આફ્રિકા અને લેટિન અમેરિકાના 100થી વધારે દેશોમાં નિકાસ કરવામાં આવે છે. આ કંપનીએ હાલમાં જ ભારતમાં પોતાની શરૂઆતના 35 વર્ષ પુરા કર્યા છે. મારુતિ 800 'SS800'ને 16 ડિસેમ્બર, 1983ના દિવસે લોન્ચ કરવામાં આવી હતી. મારુતિની ડિઝાયર, સ્વિફ્ટ, બલેનો તેમજ વિટારા બ્રેઝાની બહુ ડિમાન્ડ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news