Maxposure IPO listing: પહેલાં જ દિવસે 339% નો નફો, આ SME IPO એ કર્યો કમાલ, રોકાણકારો થયા માલામાલ

Maxposure IPO listing : Maxposer નો IPO 339.39 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 145 પર લિસ્ટેડ છે. IPOમાં પ્રાઇસ બેન્ડ રૂ. 31-33 પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી.

Maxposure IPO listing: પહેલાં જ દિવસે 339% નો નફો, આ SME IPO એ કર્યો કમાલ, રોકાણકારો થયા માલામાલ

Maxposure IPO price band: મેક્સપોઝર લિમિટેડ (Maxposure LTD) ના IPO માં જેમણે નાણાંનું રોકાણ કર્યું છે તેમને લિસ્ટિંગ (Maxposure IPO listing) પર મોટો નફો મળ્યો છે. શેરબજારમાં કંપનીના શેરનું બમ્પર લિસ્ટિંગ થયું છે. આ શેર NSE SME પર 339.39 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 145 પર લિસ્ટેડ છે. જ્યારે આ શેરની ઈશ્યુ પ્રાઇસ માત્ર 33 રૂપિયા હતી.

આ રૂ. 20.26 કરોડનો IPO 15 થી 17 જાન્યુઆરી વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. આ SME IPOને વર્ષ 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ 987.47 વખત સબસ્ક્રિપ્શન મળ્યું હતું. હેલ્થકેર કંપની મેડી અસિસ્ટના શેર પણ સ્ટોક એક્સચેન્જમાં પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયા છે. કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 11.2 ટકાના પ્રીમિયમ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 10 ટકા પ્રીમિયમ પર લિસ્ટેડ છે.

રોકાણકારોનો બમ્પર પ્રતિસાદ મળ્યો
કંપનીને 40.68 લાખ શેરની સામે 401.70 કરોડ શેર માટે બિડ મળી હતી. આ IPOનો NII ક્વોટા મહત્તમ 1947.55 વખત સબસ્ક્રાઇબ થયો હતો. જ્યારે રિટેલ કેટેગરી 1034.23 વખત સબસ્ક્રાઈબ થઈ હતી. આ સિવાય QIB ક્વોટા 163.35 વખત સબસ્ક્રાઇબ થયો હતો.

31-33 રૂપિયા હતી આઈપીઓની પ્રાઇસ બેન્ડ
મેક્સપોઝના IPOમાં રૂ. 10ની ફેસ વેલ્યુ સાથે 61,40,000 ઇક્વિટી શેરનો તાજો ઇશ્યુ હતો. આ આઈપીઓ માત્ર તાજો ઈશ્યુ આઈપીઓ હતો. IPOમાં પ્રાઇસ બેન્ડ રૂ. 31-33 પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. આ IPOમાં એક લોટ 4000 શેરનો હતો. એટલે કે રોકાણકારો ઓછામાં ઓછી રૂ. 1,24,000ની બિડ કરી શકે છે.

શું કરે છે કંપની 
મેક્સપોઝર ડાઇવર્સ ન્યૂ એઝ મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ કંપની છે. તે વિવિધ ડિસ્ટ્રીબ્યૂશન પ્લેટફોર્મ પર 360 ડિગ્રી સેવાઓ પ્રદાન કરે છે. કંપની કસ્ટમ સોલ્યુશન્સ, એડવર્ટાઇઝિંગ, કન્ટેન્ટ માર્કેટિંગ, ટેકનોલોજી અને ઇન-ફ્લાઇટ એન્ટરટેઇનમેન્ટમાં નિષ્ણાત છે.

લિસ્ટિંગ પછી જોવા મળ્યું પ્રોફિટ બુકિંગ 
જોકે, લિસ્ટિંગ બાદ મેક્સપોઝર શેર્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. આના કારણે શેર 5 ટકા અથવા રૂ. 7.25 ઘટીને રૂ. 137.75 આવી ગયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news