એક Tweet એ કરોડપતિને બનાવી દીધો કંગાળ, 12 હજાર કરોડની કંપની 74 રૂપિયામાં વેચવી પડી

BR Shetty Net Worth: તમે ફર્શ પર આવવાની આવવાની ઘણી વાતો સાંભળી હશે, પરંતુ બીઆર શેટ્ટીની વાર્તા તેનાથી પણ અનોખી છે. માત્ર એક ટ્વીટથી તેમની હજારો કરોડની કંપની ડૂબી ગઈ અને આંખના પલકારામાં લક્ઝરી લાઈફ રસ્તા પર આવી ગઈ.
 

એક Tweet એ કરોડપતિને બનાવી દીધો કંગાળ, 12 હજાર કરોડની કંપની 74 રૂપિયામાં વેચવી પડી

BR Shetty Downfall Story: જો કોઈને નસીબનો ઉદય અને પતન જાણવો હોય તો આ સમાચાર વાંચો. ભારતીય ઉદ્યોગપતિ બીઆર શેટ્ટી (BR Shetty) એ તણખલામાંથી સામ્રાજ્ય બનાવ્યું અને પછી એવું તોફાન આવ્યું કે તેમનું આખું સામ્રાજ્ય ડૂબી ગયું. બીઆર શેટ્ટીએ પોતાના દમ પર 18 હજાર કરોડ રૂપિયાનું સામ્રાજ્ય બનાવ્યું. તેમણે બુર્જ ખલીફામાં 2 માળ પણ ખરીદ્યા અને પછી એક ટ્વીટથી આખો બિઝનેસ ડૂબીગયો. અંતે તેમણે આખી કંપની 74 રૂપિયામાં વેચવી પડી.

ભવગુત્થુ રઘુરામ શેટ્ટી માત્ર 665 રૂપિયા લઈને દુબઈ ગયા હતા. તેણે દુબઈની સૌથી મોટી ખાનગી હેલ્થ ઓપરેટર ફર્મ એનએમસી હેલ્થ (NMC Health) બનાવી. તેમના કામે જોર પકડ્યું અને એક સમયે તેમનું નામ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ થઈ ગયું. શેટ્ટી પાસે 18 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ બની ગઇ. આ પછી યુકેની એક રિસર્ચ ફર્મે કંપની વિરુદ્ધ ટ્વિટ કર્યું અને આખો બિઝનેસ પડી ભાંગ્યો.

પ્રાઇવેટ જેટ અને બુર્જ ખલીફામાં ઘર
શેટ્ટી એક સમયે રાજાનું જીવન જીવતા હતા. તેની પાસે પોતાનું પ્રાઈવેટ જેટ હતું અને તેણે બુર્જ ખલીફામાં 2 માળ પણ ખરીદ્યા હતા. તેની કિંમત 207 કરોડ રૂપિયા હતી. આ સિવાય રોલ્સ રોયસ અને મેબેક જેવી ઘણી લક્ઝરી કાર પણ તેમના કાફલામાં સામેલ હતી. આ સિવાય તેની પાસે દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પામ જુમેરિયામાં પણ પ્રોપર્ટી હતી. આ પ્રોપર્ટી સિવાય શેટ્ટીની પ્રાઈવેટ જેટ એરક્રાફ્ટમાં પણ 50 ટકા હિસ્સો હતો. તેણે આ હિસ્સો તેના એક ભાગીદાર પાસેથી 2014માં માત્ર 34 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

પછી કિસ્મતે પલટી મારી
2019 માં શેટ્ટીના નસીબે એક વળાંક લીધો જ્યારે યુકેની રિસર્ચ કંપની મડી વોટરે ટ્વીટ કર્યું કે શેટ્ટી તેના કેશ ફ્લોને છુપાવે છે અને તેના દેવાને પણ ઓછું બતાવે છે. આ સમાચારે શેટ્ટીની કંપનીના શેર્સ પર પાણી ફેરવી દીધું અને તેની કિંમતમાં મોટો ઘટાડો થયો. પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે શેટ્ટીએ 12,478 કરોડ રૂપિયાની કંપની માત્ર 74 રૂપિયામાં વેચવી પડી હતી. તેમની કંપનીને ઈઝરાયેલ-યુએઈના કન્સોર્ટિયમે ખરીદી હતી.

બીઆર શેટ્ટીની કંપની સામે ગંભીર આક્ષેપો થયા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને સરકારે તેમની પાસેથી તમામ બાકી ટેક્સ પણ વસૂલ કર્યા હતા. શેરમાં ભારે ઘટાડાને કારણે માર્કેટ કેપ પણ નીચે આવી અને અંતે તેણે પોતાનો આખો બિઝનેસ માત્ર 74 રૂપિયામાં વેચવો પડ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news