મોદી સરકારની ઓફર: 25 વર્ષ સુધી મફતમાં મળશે વિજળી, બસ કરવું પડશે એક કામ
સોલાર પેનલ લગાવનારાઓને કેંદ્ર સરકરની ન્યૂ એંડ રિન્યૂએબલ એનર્જી મંત્રાલય રૂફટોપ સોલર પ્લાન્ટ પર 30 ટકા સબસિડી આપે છે. સબસિડી વિનાના રૂફટોપ સોલર પેનલ લગાવવા પર 1 લાખ રૂપિયા રૂપિયાનો ખર્ચ આવે છે.
Trending Photos
નવી દિલ્હી: કેંદ્ર સરકારની દ્વારા એક એવી સ્કીમ છે, જેમાં તમે ફક્ત 70 હજાર રૂપિયા ખર્ચીને 25 વર્ષ સુધી મફત વિજળી મેળવી શકો છો. દર મહિને વિજળીના ભારે ભરખમ બિલનું ટેંશન ખતમ કરવા માટે એક સારી ઓફર છે. જોકે સોલાર પેનલ લગાવનારાઓને કેંદ્ર સરકરની ન્યૂ એંડ રિન્યૂએબલ એનર્જી મંત્રાલય રૂફટોપ સોલર પ્લાન્ટ પર 30 ટકા સબસિડી આપે છે. સબસિડી વિનાના રૂફટોપ સોલર પેનલ લગાવવા પર 1 લાખ રૂપિયા રૂપિયાનો ખર્ચ આવે છે.
એક સોલાર પેનલની કિંમત લગભગ 1 લાખ રૂપિયા છે. રાજ્યોના અનુસાર આ ખર્ચ અલગ અલગ હોય છે. સબિસિડી બાદ એક કિલોવોટના સોલાર પ્લાન્ટ માત્ર 60 થી 70 હજાર રૂપિયામાં ગમે ત્યાં ઇન્ટોલ કરી શકાય છે. તો બીજી તરફ કેટલાક રાજ્ય તેના માટે અલગથી વધારાની સબસિડી પણ આપે છે.
ક્યાંથી ખરીદશો સોલાર પેનલ
- સોલાર પેનલ ખરીદવા માટે તમે રાજ્ય સરકારની રિન્યૂએબલ એનર્જી ડેવલોપમેન્ટ ઓથોરિટીનો સંપર્ક કરી શકો છો.
- રાજ્યોના મુખ્ય શહેરોમાં ઓફિસ બનાવવામાં આવી છે.
- દરેક શહેરમાં પ્રાઇવેટ ડીલર્સ પાસે પણ સોલાર પેનલ ઉપલબ્ધ છે.
- ઓથોરિટી પાસેથી લોન લેવા માટે પહેલાં સંપર્ક કરવો પડશે.
- સબસિડી માટે ફોર્મ પણ ઓથોરિટી કાર્યાલય પાસેથી મળશે.
25 વર્ષની હોય છે સોલાર પેનલની ઉંમર
સોલાર પેનલની ઉંમર 25 વર્ષની હોય છે. આ વિજળી તમને સૌર ઉર્જા દ્વારા મળશે. તેની પેનલ પણ તમારા ધાબા પર લાગશે. આ પ્લાન્ટ એક કિલોવોટથી પાંચ કિલોવોટ ક્ષમતા સુધી રહેશે. આ વિજળી ના ફક્ત નિશુલ્ક રહેશે, પરંતુ પ્રદૂષણ મુક્ત પણ હશે.
પાંચસો વોટ સુધી સોલાર પેનલ મળશે
સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખતાં આ પહેલ શરૂ કરવામાં આવી છે. જરૂરિયાત અનુસાર પાંચસો વોલ્ટ સુધીની ક્ષમતાના સોલાર પાવર પેનલ લગાવી શકો છો. તેના હેઠળ પાંચ સો વોટના એવા દરેક પેનલ પર 50 હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવશે.
10 વર્ષે બદલવી પડશે બેટરી
સોલાર પેનલમાં મેટનેંસ ખર્ચ આવતો નથી. પરંતુ દર 10 વર્ષે એક બેટરી બદલવી પડે છે. જેનો ખર્ચ લગભગ 20 હજાર રૂપિયા આવે છે. આ સોલાર પેનલને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી લઇ જઇ શકાય છે.
એરકંડીશનર પણ ચાલશે
એક કિલોવોટની ક્ષમતાના સોલર પેનલમાં સામાન્ય રીતે એક ઘરની જરૂરિયાતની વિજળી મળી જાય છે. જો એક એરકંડીશનર ચલાવવું હોય તો બે કિલોવોટ અને બે એર કંડીશનર ચલાવવા છે તો ત્રણ કિલોવોટ ક્ષમતાના સોલર પેનલની જરૂરિયાત પડશે.
બેંકમાંથી મળશે હોમ લોન
સોલાર પાવર પ્લાન્ટ લગાવવા માટે જો એકસાથે 60 હજાર રૂપિયા નથી તો તમે કોઇપણ બેંકમાંથી હોમલોન લઇ શકો છો. નાણા મંત્રાલયે બધી બેંકોને હોમલોન આપવા માટે કહ્યું છે. અત્યાર સુધી બેંક સોલાર પ્લાન્ટ માટે લોન આપતી ન હતી.
વેચી પણ શકો છો એનર્જી
રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં સોલાર એનર્જીને વેચવાની સુવિધા આપવામાં આવે છે. તેના હેઠળ સોલાર પાવર પ્લાન્ટ ઉત્પન્ન કરવામાં આવેલી વધારાની વિજળીનો પાવર ગ્રિડ સાથે જોડીને વેચી પણ શકો છો. ઉત્તર પ્રદેશે સોલાર પાવરનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન સ્કીમ શરૂ કરી છે. તેના હેઠળ પેનલના ઉપયોગ પર વિજળીમાં છૂટ મળશે.
કેવી રીતે કમાશો પૈસા
ઘરના છાતા પર સોલાર પ્લાન્ટ લગાવીને વિજળી ઉત્પન્ન કરી શકાય છે. તેને વેચીને તમે પૈસા કમાઇ શકો છો. તેના માટે આ કામ કરવું પડશે...
- લોકલ વિજ કંપનીઓ સાથે ટાઇઅપ કરીને વિજળી વેચી શકો છો. તેના માટે લોકલ વિજ કંપનીઓ પાસેથી તમારે લાઇસન્સ પણ લેવું પડશે.
- વિજ કંપનીઓ સાથે પાવર પરચેજ એગ્રીમેંટ કરવું પડશે.
- સોલાર પ્લાન્ટ લગાવવા માટે પ્રતિ કિલોવોટ ટોટલ રોકાણ 60-80 હજાર રૂપિયા થશે.
- પ્લાન્ટ લગાવીને વિજળી વેચતાં તમને પ્રતિ યૂનિટ 7.75 રૂપિયાના દરે પૈસા મળશે.
રાજ્યોને આપ્યો સરકારે ટાર્ગેટ
મંત્રાલયે બધા રાજ્યો માટે ટાર્ગેટ નક્કી કરી દીધો છે. મંત્રાલયના અનુસાર રૂફટોપ સોલાર પ્લાન્ટથી સૌથી વધુ વિજળી ઉત્પન્ન કરવાનો ટાર્ગેટ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશને આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર 2022 સુધી 4700 મેગાવોટ અને ઉત્તર પ્રદેશ 4300 વેગાવોટ વિજળી ઉત્પન્ન કરશે. આ ઉપરાંત ગુજરાતને 3200 મેગાવોટ, તમિલનાડુને 3500 મેગાવોટ, મધ્ય પ્રદેશને 2200 મેગાવોટ, ઓડિશાને 1000 મેગાવોટ, પશ્વિમ બંગાળને 2100 મેગાવોટ, કર્ણાટકને 2300 મેગાવોટ, દિલ્હીને 1100 મેગાવોટ, છત્તીસગઢને 700 મેગાવોટનો ટાર્ગેટ આપવમાં આવ્યો છે. નાના રાજ્યો માટે 100થી માંડીને 250 મેગાવોટ સુધી ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે