Mukesh Ambani Children Salary: મુકેશ અંબાણીના માર્ગે ચાલથે તેમના બાળકો, નહીં લે કોઈ પગાર, માત્ર મળશે આ ફી

Akash Ambani, Isha Ambani, Anant Ambani Salary: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ત્રણ વારસદાર તરીકે મુકેશ અંબાણીના ત્રણ બાળકો આકાશ, ઈશા અને અનંત અંબાણીના પગારને લઈને મોટા સમાચાર આવ્યા છે.
 

Mukesh Ambani Children Salary: મુકેશ અંબાણીના માર્ગે ચાલથે તેમના બાળકો, નહીં લે કોઈ પગાર, માત્ર મળશે આ ફી

મુંબઈઃ Akash, Isha, Anant Ambani Salary: ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી કોઈ પગાર લેતા નથી અને સતત ત્રણ વર્ષથી કોઈ પગાર લઈ રહ્યાં નથી. હવે તેના ત્રણ બાળકોએ પણ આ જ રસ્તો અપનાવ્યો છે. આજે સમાચાર આવ્યા છે કે અંબાણી પરિવારના ત્રણ વારસદારો એટલે કે આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણી કોઈ પગાર નહીં લે. તેઓને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને કમિટીઓની બેઠકોમાં હાજરી આપવા માટે જ ફી ચૂકવવામાં આવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ત્રણેયની નિમણૂક પર શેરધારકોની મંજૂરી મેળવવા માટે રજૂ કરેલા પ્રસ્તાવમાં આ માહિતી આપી છે. નોંધનીય છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી નાણાકીય વર્ષ 2020-21થી કોઈ પગાર લઈ રહ્યા નથી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શેરહોલ્ડર્સ પાસે માંગી મંજૂરી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાના શેરહોલ્ડર્સને પોસ્ટ દ્વારા લેટર મોકલી આ ત્રણેયની નિમણૂંક પર તેની મંજૂરી માંગી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે નવા ડાયરેક્ટર્સને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કે સમિતિઓની બેઠકમાં સામેલ થવાની ફીના રૂપમાં પેમેન્ટ કરવામાં આવશે. તે ડાયરેક્ટર તરીકે કંપનીમાં કોઈ પગાર લેશે નહીં. 

મુકેશ અંબાણીના ત્રણ બાળકો 28 ઓગસ્ટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા હતા.
તાજેતરમાં, 28 ઓગસ્ટના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ RILની વાર્ષિક AGMમાં તેમના ત્રણ બાળકો આકાશ, ઈશા અને અનંત અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કર્યા હતા. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં તેમના બે પુત્રો - આકાશ અને અનંત અને પુત્રી ઈશાના સમાવેશની જાહેરાત ઓગસ્ટમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા એટલે કે રિલાયન્સ એજીએમમાં ​​કરવામાં આવી છે.

ક્યા કારોબારને સંભાળી રહ્યાં છે મુકેશ અંબાણીના બાળકો
આકાશ અંબાણી રિલાયન્સના ટેલીકોમ કારોબાર જિયોની કમાન સંભાળી રહ્યો છે. ઈશા અંબાણી રિલાયન્સના રિટેલ બિઝનેસ રિલાયન્સ રિટેલ વેન્ચર્સની જવાબદારી સંભાળી રહી છે. તો તેનો ભાઈ અનંત અંબાણીની પાસે રિલાયન્સ એનર્જી અને રિન્યૂએબલ એનર્જીનો બિઝનેસ છે. મુકેશ અંબાણીએ પોતાની ઉત્તરાધિકાર યોજના હેઠળ પોતાના બધા બાળકો વચ્ચે કારોબારના અલગ-અલગ સેગમેન્ટનું વિભાજન કર્યું છે. પરંતુ તે આગામી પાંચ વર્ષ સુધી કંપનીના ચેરમેન બન્યા રહેશે અને પોતાના સંતાનોનું માર્ગદર્શન કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news