છપ્પરફાડ કમાણી! આ શેરે 575000% થી વધુનું રિટર્ન આપ્યું, 1 લાખને બનાવી દીધા 57 કરોડ રૂપિયા

Multibagger Stock PI Industries: કીટનાશક અને ખેતીમાં ઉપયોગમાં લેવાતા રસાયણ બનાવનારી કંપની પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં છેલ્લા કેટલાક વર્ષોથી તોફાની તેજી આવી છે.

છપ્પરફાડ કમાણી! આ શેરે 575000% થી વધુનું રિટર્ન આપ્યું, 1 લાખને બનાવી દીધા 57 કરોડ રૂપિયા

Multibagger Stock PI Industries: કીટનાશક અને ખેતીમાં ઉપયોગમાં લેવાતા રસાયણ બનાવનારી કંપની પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં છેલ્લા કેટલાક વર્ષોથી તોફાની તેજી આવી છે. મલ્ટીબેગર કંપનીના શેર 59 પૈસાથી ચડીને 3400 રૂપિયાને પાર પહોંચી ગયા છે. પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં આ સમયગાળામાં 575000 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. કંપનીએ પોતાના રોકાણકારોને 2 વખત બોનસ શેર પણ ભેટમાં આપ્યા છે. 

એક લાખ બની ગયા 57 કરોડ રૂપિયાથી વધુ
પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેર 4 સપ્ટેમ્બર 2023ના રોજ 59 પૈસા પર હતા. કંપનીના શેર 26 સપ્ટેમ્બર 2023ના રોજ 3409.40 રૂપિયા પર પહોંચી ગયા. પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેરોએ આ સમયગાળામાં રોકાણકારોને 575000 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 4 સપ્ટેમ્બર 2003 ના રોજ પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં એક લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાના રોકાણને યથાવત રાખ્યું હોત તો હાલના સમયમાં આ શેરોની વેલ્યૂ 57.78 કરોડ રૂપિયા હોત. 

15 વર્ષમાં શેરોમાં 41000 ટકાથી વધુનો ઉછાળો
પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં છેલ્લા 15 વર્ષમાં 41000 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. કંપનીના શેર 1 ઓક્ટોબર 2008ના રોજ 8.09 રૂપિયા પર હતી. પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેર 26 સપ્ટેમ્બર 2023ના રોજ 3409.40 રૂપિયા પર પહોંચી ગયા છે. જો કોઈ વ્યક્તિએ 1 ઓક્ટોબર 2008ના રોજ પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં એક લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોત તો હાલના સમયમાં આ શેરોની વેલ્યૂ 4.24 કરોડ રૂપિયા હોત. અમે અમારી ગણતરીમાં કંપની તરપથી અપાયેલા બોનસ શેરોને સામેલ કર્યા નથી. 

કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર
પીઆઈ ઈન્ડસ્ટ્રીઝે 2 વાર બોનસ શેરની ભેટ પણ પોતાના રોકાણકારોને આપી છે. કંપનીએ માર્ચ 2009માં 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા. કંપનીએ દરેક શેર પર એક બોનસ શેર આપ્યો. જ્યારે કંપનીએ જુલાઈ 2010માં 1:2 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news