Stock to Buy: આજે ફરી રોકેટ થયો આ સ્ટોક, 6 મહિનામાં રોકાણકારોને આપ્યું 134% રિટર્ન, હજી થશે 200ને પાર
Stock to Buy: માર્ચ 2023માં કંપનીએ 4.45 કરોડ રુપિયાની કમાણી કરી હતી. જ્યારે 2022 માં કંપનીએ 2.23 કરોડની કમાણી કરી હતી. આ તમામ સ્થિતિને જોતા નિષ્ણાંતોનું અનુમાન છે કે આગામી 4થી 6 મહિનામાં શેર 230 નો આંકડો પાર કરશે.
Trending Photos
Stock to Buy: શેર માર્કેટમાં નફો કમાવા માટે રોકાણકારો એવા સ્ટોક્સ રાખવા ઈચ્છે છે જે બંપર રિટર્ન આપે. આ કામમાં માર્કેટ એક્સપર્ટ મદદ કરતા હોય છે. માર્કેટ એક્સપર્ટસ સંદીપ જૈન એક દમદાર સ્ટોક્સની ભલામણ કરે છે. આ સ્ટોક્સ પર અત્યાર સુધીમાં લોકોને 134 ટકા રિટર્ન મળ્યું છે અને આ સ્ટોક આજે પણ રોકેટ થયો છે.
આ પણ વાંચો:
સોમવારની ટ્રેડિંગ સેશન દરમિયાન બજારમાં હરિયાળી જોવા મળી હતી. એટલે ટ્રેડિંગ ગ્રીન નિશાન સાથે શરુ થઈ હતી. શેર બજારમાં આ સ્ટોક ગ્રીન નિશાન સાથે ટ્રેડ કરી રહ્યો છે. આ સ્ટોકમાં પૈસા લગાડવાથી જોરદાર રિટર્ન મળશે. માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે Integra Engineering India માં રોકાણ કરી શકાય છે. આ શેર શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને દ્રષ્ટિએ ફાયદો કરાવનાર છે.
આ શેર બીએસઈ લિસ્ટેડ છે. જો કે તેના વોલ્યૂમ્સમાં સુધારો જોવા મળે છે. પરંતુ આ સ્ટોકનો ભાવ ઘટે એટલે તેને ખરીદી પોર્ટફોલિયોમાં રાખવો જોઈએ. આ કંપની 1987થી કામ કરી રહી છે. આ કંપની રેલ્વે સિગનલિંગ જેવા કામ કરે છે. પ્રાથમિક રીતે તે રેલવેને જ કેટર કરે છે. કંપનીની રિટર્ન ઓન ઈક્વિટી 21 ટકા છે અને છેલ્લા 3 વર્ષથી પ્રોફિટ ગ્રોથ 47 ટકા છે અને સેલ્સ ગ્રોથ 29 ટકા છે. આ કંપની પર કરજ પણ 20 કરોડનું જ છે.
માર્ચ 2023માં કંપનીએ 4.45 કરોડ રુપિયાની કમાણી કરી હતી. જ્યારે 2022 માં કંપનીએ 2.23 કરોડની કમાણી કરી હતી. આ તમામ સ્થિતિને જોતા નિષ્ણાંતોનું અનુમાન છે કે આગામી 4થી 6 મહિનામાં શેર 230 નો આંકડો પાર કરશે.
(અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે