વિદેશ પ્રવાસમાં ભારતીયોના બચશે હજારો રૂપિયા, એક દેશે આપી મોટી સુવિધા 

એક મોટા દેશમાં હવે ભારતીય પાસપોર્ટધારકોને એરપોર્ટ પર ટ્રાન્ઝિટ વિઝાની જરૂર નહીં પડે

વિદેશ પ્રવાસમાં ભારતીયોના બચશે હજારો રૂપિયા, એક દેશે આપી મોટી સુવિધા 

નવી દિલ્હી : ફ્રાંસે જાહેરાત કરી છે કે હવે ત્યાંથી પસાર થતી વખતે ભારતીય પાસપોર્ટ ધારકોને ટ્રાન્ઝિટ વિઝાની જરૂર નહીં પડે. આ કારણે ભારતીયોને ફી પેટે આપવા પડતા હજારો રૂ. બચી જશે. ભારતમાં ફ્રાંસના રાજદૂતે ગયા અઠવાડિયે ટ્વિટર પર આ વાતની જાહેરાત પણ કરી છે. ફ્રાંસ શેંગેન વિસ્તારનો એક હિસ્સો છે જેમાં 26 યુરોપીય દેશ શામેલ છે. 

આ ટ્રાન્ઝિટ વિઝા તેમના માટે છે જે શેંગેન ટેરેટરીમાંથી પસાર થાય છે. તેમને એરપોર્ટની બહાર નીકળવાની પરવાનગી નથી પણ હોટેલમાં રોકાવા માટે રેગ્યુલર ટુરિસ્ટ વિઝાની જરૂર પડે છે કારણ કે હોટેલ એરપોર્ટ એરિયાની બહાર હોય છે. શેંગેન ક્ષેત્રમાં બે પ્રકારના ટ્રાન્ઝિટ વિઝા છે. આ પ્રવાસીઓની સગવડતા માટે તૈયાર કરવામાં આવ્યા છે. 

— Alexandre Ziegler (@FranceinIndia) July 17, 2018

2018ના મે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઇન્ડોનેશિયાના પ્રવાસ પર ગયા હતા ત્યારે ત્યાંના નાગરિકો માટે 30 દિવસના નિશુલ્ક વિઝાની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે ભારતવંશીયોને આમંત્રણ આપ્યું હતું કે તેઓ પોતાના વતન આવીને નવા ભારતની અનુભૂતિ કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news