New Rules: હવે ફિટનેસ ટેસ્ટ સર્ટિફિકેટ અનિવાર્ય, આજથી ચૂકવવો પડશે 8 ગણો વધારે ચાર્જ
જોકે, 15 વર્ષ જૂની કારનું રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવામાં પહેલાં 600 રૂપિયા લાગતા હતા અને આ કામમાં 5,000 રૂપિયા લાગશે. આ તર્જ પર જૂની બાઇક માટે પહેલાં 300 રૂપિયા ચાર્જ લાગતો હતો જેને હવે વધારીને 1 હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ભારત સરકાર દેશમાં જીવલેણ સ્તર પર જતાં પ્રદૂષણને રોકવાનો ભરપૂર પ્રયત્ન કરી રહી છે અને તેના માટે આજથી એટલે કે 1 એપ્રિલથી નવો નિયમ લાગૂ થવાનો છે. નવો નિયમ જૂના વાહનોના માલિકો માટે ખરાબ સમાચાર બનશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર 1 એપ્રિલ 2022 થી 15 વર્ષ જૂના વાહનોનું રજીસ્ટ્રેશન રિન્યુ કરાવવું 8 ગણું મોંઘું થઈ જશે. નવા નિયમના દાયરામાં ટૂ-વ્હીલર્સ અને ફોર-વ્હીલર્સ બંને આવશે, એવામાં વાહન માલિકોને હવે ફિટનેસ ટેસ્ટ કરાવવો અનિવાર્ય રહેશે અને વાહનનું રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવામાં તેમને પહેલાંથી ખૂબ વધુ ચૂકવણી કરવી પડશે.
રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવું 8 ગણું મોંઘું
જોકે, 15 વર્ષ જૂની કારનું રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવામાં પહેલાં 600 રૂપિયા લાગતા હતા અને આ કામમાં 5,000 રૂપિયા લાગશે. આ તર્જ પર જૂની બાઇક માટે પહેલાં 300 રૂપિયા ચાર્જ લાગતો હતો જેને હવે વધારીને 1 હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો છે. ટ્રક-બસની વાત કરવામાં આવે તો 15 વર્ષ જૂના વાહન પહેલાં 1500 રૂપિયામાં રિન્યૂ કરવામાં આવતા હતા. તો બીજી તરફ આ કામમાં 12,500 રૂપિયા ચાર્જ લાગશે. નાના પેસેન્જર વાહનોને રિન્યૂ કરાવવામાં પહેલાં 1300 રૂપિયા લાગતા હતા, પરંતુ હવે તેને રિન્યૂ કરાવવામાં 100 હજાર રૂપિયા ચાર્જ લાગશે.
ગાડીઓની નંબર પ્લેટની માફક હશે
ભારત સરકાર વાહનો દ્રારા થનાર પ્રદૂષણને ઓછું કરવા માટે લાંબા સમયથી ભરપૂર પ્રયાસ કરી રહી છે અને હવે આ મામલે એક મોટું પગલું ભર્યું છે. તમામ પ્રાઇવેટ અને કોમર્શિયલ વાહનોની વિંડશીલ્ડ પર ફિટનેસ સર્ટિફિકેટ પ્લેટ (Fitness Certificate Plate) લગાવવું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. આ ફિટનેસ પ્લેટ (Fitness Plate) ગાડીઓની Number Plate ની માફક હશે જેના પર ફિટનેસની એક્સપાયરી ડેટ સ્પષ્ટ લખેલી હશે. અહી વાદળી સ્ટિકર પર પીળા રંગથી લખેલું હશે કે વાહન ક્યાં સુધી ફિટ રહેશે. તારીખ-મહિનો-વર્ષ (DD-MM-YY) આ ફોર્મેટમાં લખવામાં આવશે.
મોટો દંડ કરવાની જોગવાઇ
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે એક નવા નિયમ માટે ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે. અત્યારે 1 મહિના સુધી જનતા અને સ્ટેકહોલ્ડર્સ પાસેથી મંતવ્યો માંગ્યા છે. ત્યારબાદ સરકાર આ નિયમને લાગૂ કરી દેશે. સરકાર આ વર્ષમાં 10 વર્ષ જૂના ડીઝલ વાહન અને 15 વર્ષ જૂના ખાનગી વાહનોને રોડ પરથી હટાવવાનો આદેશ આપવાનો છે. આંકડા પર નજર કરીએ તો દેશમાં 20 વર્ષ જૂના 51 લાખ લાઇટ મોટર વાહન અને 15 વર્ષ જૂના 34 લાખ વાહન ચલાવવામાં આવે છે. આ કાયદાનું ઉલ્લંઘન કરનાર વાહન માલિકો પર મોટો દંડની જોગવાઇ પણ સરકાર કરી રહી છે.
તાત્કાલિક સ્ક્રેપ થવા માટે મોકલવામાં આવશે
માર્ગ પરિવહન મંત્રાલયના હિસાબે લગભગ 17 લાખ મીડિયમ અને હેવી કોમર્શિયલ વાહન 15 વર્ષથી જૂના છે અને વેલિડ ફિટનેસ સર્ટિફિકેટ વિના ચલાવવામાં આવી રહ્યા છે. દ્રિચક્રી વાહનોની વાત કરીએ તો તેમાં જે પણ ખાલી જગ્યા હશે ત્યાં ફિટનેસ સર્ટિફિકેટ લગાવવામાં આવશે જેમકે મડગાર્ડ પછી માસ્ક અથવા એપ્રોન. દિલ્હી અને હરિયાણા સરકાર પહેલાં આ ફેંસલો સંભળાવી ચૂકી છે અને 1 એપ્રિલના રોજ સખતાઇથી લાગૂ કરવાની છે. તમને જણાવી દઇએ કે નવો નિયમ લાગૂ થઇ ગયા બાદ ફિટનેસ સર્ટિફિકેટવાળા જૂના વાહન જો રોડ પર જોવા મળશે તો તેને તાત્કાલિક સ્ક્રેપ માટે મોકલી દેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે